વર્ષોથી આ દાળ પકવાનનો ટેસ્ટ એકજ હોવાથી લોકોની ખાવા માટે ભારે ભીડ જામે છે.
બનાસકાંઠા જિલ્લાના ઝમ્બો દાળ પકવાન જિલ્લામાં ખુબ જ ફેમસ છે.આ દાળ પકવાન ટેસ્ટ એવો છે કે લોકો ખાવા માટે પડાપડી કરે છે.અહીં 32 વર્ષથી ભુરાભાઇ દાળ પકવાન વેચી રહ્યા છે. એક લારીથી શરૂઆત કરી હતી. ત્યારે 1 રૂપિયો ભાવ હતો. આજે 40 રૂપિયા ભાવ છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં છેલ્લા 32 વર્ષથી ભૂરાભાઈ પકવાન વાળાના પકવાન ખુબ જ ફેમસ છે.કારણકે આ પકવાન ઝમ્બો પકવાન હોવાથી લોકો વધુ પસંદ કરે છે. આ પકવાન માત્ર ડીસા અને પાલનપુરમાં મળે છે.આ પકવાનનો ટેસ્ટ એવો છે કે, પકવાન એકવાર ખાધા બાદ બીજીવાર જરૂર આવું પડે છે.
32 વર્ષ પહેલા લારીમાં શરૂઆત કરી હતી
ડીસા શહેરમાં ખાણીપીણી ખૂબ જ ફેમસ છે અને સવારથી લઈ સાંજ સુધી ખાણીપીણીની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. ડીસામાં ભુરાભાઈ પકવાન વાળા ફેમસ છે.
ભુરાભાઈના પકવાન ડીસા અને પાલનપુરમાં ખૂબ જ ફેમસ છે. ભુરાભાઈ માળીએ 32 વર્ષ પહેલા ડીસા શાક માર્કેટમાં એક લારી પર દાળ પકવાનની શરૂઆત કરી હતી. દાળ પકવાન માત્ર એક રૂપિયામાં વેચતા હતા.તે સમયે પણ દળપકવાન માટે લાઈન લગતી હતી.
ઝમ્બો પકવાનના 40 રૂપિયા
ભુરાભાઈની બજારમાં જ એક દુકાન આવેલી છે અને અત્યારે દાળ પકવાન 40 રૂપિયામાં મળે છે. આ પકવાનની ખાસિયત એ છે કે, આ પકવાન ઝમ્બો પકવાન છે.
આ પકવાન અત્યારે માત્ર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસામાં જ મળે છે. વર્ષોથી ભુરાભાઈ પકવાનનો એક જ ટેસ્ટ હોવાથી પકવાન ખાવા માટે લોકોની ભારે ભીડ જામે છે.
કઈ રીતે બનાવે છે દાળ પકવાન
ડીસામાં છેલ્લા 30 વર્ષથી ભુરાભાઈ પકવાન વાળાના પકવાન લોકો ખાવાનું ભૂલતા નથી. આ પકવાનની દાળમાં ચણાદાળ, મોગર દાળ, તુવેર દાળ નાખી દાળ તૈયાર કરાય છે.તેમાં તીખી ચટણી,તળેલા મરચા અને મીઠી ચટણી લોકોને પકવાન સાથે આપવામાં આવે છે.