Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી સિકુરામ સેવા સંગઠન દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. આ સંગઠન અત્યારે શહેરના રખડતા શ્વાન અને ગાયો માટે અનોખી સેવા કરી રહ્યું છે. આ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે મળી રખડતા શ્વાનો માટે ખીચડી, દૂધ અને ગાયોને ઘાસચારો આપી અબોલ પશુઓની અનોખી સેવા કરે છે.
આ સંગઠન દ્વારા અનોખું કાર્ય
જેમાં કોરોના મહામારી દરમિયાન સંગઠન દ્વારા અનેક ગરીબ લોકોને સેવા પહોંચાડવામાં આવી હતી.અને સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ તેમજ ઉકાળા, જ્યુસનું વિતરણ કરાયું હતું. તેમજ પશુઓ પર આવેલી આફત લંપી વાયરસ દરમિયાન પણ ડીસા શહેરમાં સંગઠન દ્વારા સૌ પ્રથમવાર આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો.
જેમાં ડીસા તાલુકા માંથી અનેક લંપી ગાયોની સેવા કરી હતી. લંપી વાયરસ માંથી અનેક પશુઓના જીવ પણ બચાવ્યા હતા.તેમજ બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડ ડોનેટ કર્યું છે.
અબોલ પશુઓ ઠંડીથી ન ઠુઠવાય તે માટે બારદનની વ્યવસ્થા કરી છે. તેમજ આયુર્વેદિક લાડુ બનાવી ગાયોને આપવામાં આવ્યા હતા. ડીસા શહેરમાં રખડતા શ્વાન માટે દરરોજ 5 કિલ્લો ખીચડી કઢી, 2 કિલો દાળ અને 5 લીટર દૂધ આપવામાં આવે છે.
કોના દ્વારા આ સેવાનું આયોજન કરાય છે
ડીસા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી સિકુરામ સેવા સંગઠન દ્વારા જે પણ સેવાના કાર્યક્રમો કરવામાં આવે છે. તે તમામ સંગઠનના 300 યુવાનોના સ્વખર્ચ કરે છે.
આ સંગઠનના અનોખા કાર્યને લઈ જિલ્લાના તમામ લોકો સિકુરામ સેવા સંગઠનના તમામ કાર્યકર્તાઓના કાર્યને બિરદાવી રહ્યા છે.