Home /News /banaskantha /Banaskantha: આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસાની ટીમે મેદાન માર્યું, આ ટીમોને પછાળી

Banaskantha: આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસાની ટીમે મેદાન માર્યું, આ ટીમોને પછાળી

ડીસા કોલેજની બહેનોએ સોફ્ટબોલ રમતમાં યુનિવર્સિટીમાં ચેમ્પિયન.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ હતી. ઉત્તર ગુજરાતની 9 જેટલી જુદી જુદી કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ડીસાની ટીમ વિજતા બની હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાતની 9 જેટલી જુદી જુદી કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ડીસા કોલેજની ખેલાડી બહેનોએ સોફ્ટબોલ રમતમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપી યુનિવર્સિટી ચેમ્પિયન થઈ હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાતની જુદી જુદી કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટીમાં આગવું સ્થાન ધરાવે છે અને દર વર્ષે જુદી જુદી અનેક રમતોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થાય છે.



આટલી ટીમે ભાગ લીધો હતો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ હતી. જેમાં 9 ટીમએ ભાગ લીધો હતો.જેમાં ઊંઝાની 2 ટીમ,પાલનપુર 1 ટીમ,પાટણ 1 ટિમ,ઇડર 1 ટીમ,કડી ની 2 ટીમ, ડીસા તાલુકાના કાંટની 1 ટીમ, અને ડીસાની 1 ટીમે ભાગ લીધો હતો. જેમાં ડીસા કોલેજની ખેલાડી બહેનોએ સોફ્ટબોલ રમતમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપી યુનિવર્સિટી ચેમ્પિયન થઈ કોલેજનું ગૌરવ વધારેલ છે.

મળો વિજેતા ટીમનાં ખેલાડીને

કેપ્ટન પ્રસંગ વાઘેલા, નેન્સી સિસોદિયા, વીણા પાલીવાલ, અલકા ગેલોત, માલી પ્રિયા, અંજલિ જોશી, ખુશ્બુ ચૌહાણ, દીપિકા પ્રજાપતિ, શિવાની સુથાર, નેહલ જાદવ, અંજલી રાવલ, ભાવના સાંખલા આ તમામ ચેમ્પિયન બહેનોને અને તેમના કોચ પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરી અને ભૂતપૂર્વ સોફ્ટબોલ કેપ્ટન મિત ગોહિલને પ્રિન્સિપાલ રાજુભાઈ રબારી અને સંસ્થા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
First published:

Tags: Banaskanatha, India Sports, Local 18, Medal

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો