ચુ્લ્હા પર દેશી પદ્ધતિથી બનાવવામાં આવતી વાનગીઓ જમવા સરકારી કર્મચારીઓ આવે છે.
શિવ શક્તિ દેશી ઢાબા પર લોકોને જમવામાં દેશી તડકાનો સ્વાદ મળે છે. અહીં મળતા સેવ ટામેટા અને મિક્સ ચરકાટ ડીશ લોકોની પહેલી પસંદ બની છે. અહીં તમામ પ્રકારની વાનગીઓ જમવા માટે મળી રહે છે. 60 થી 90 રૂપિયામાં શાકની એક ડીશ મળી રહે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના અનેક ખાણીપીણીના સ્ટોલ, રેસ્ટોરેન્ટ અને ઢાબા આવેલા છે પરંતુ ડીસામાં આવેલો એક ખાણી પીણી માટે ખુબ જ પ્રસિદ્ધ છે દેશી ઢાબા. ડીસાના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા શિવ શક્તિ ઢાબા નામની દેશી રેસ્ટોરન્ટમાં જમવા આવતા લોકોને દેશી તડકાનો સ્વાદ ચાખવા મળે છે. આ ઢાબાની ખાસ વાત એ છે કે અહીં મળતું ફૂડ એકદમ દેશી સ્ટાઈલમાં બનાવવામાં આવે છે. તમામ જમવાની વસ્તુઓ અહીં ચુલ્હા પર જ બનાવવામાં આવે છે. જેને ખાવા લોકો દૂર દૂરથી આવે છે.
બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા જીતેન્દ્ર કુમાર મગનલાલ ઠક્કર છેલ્લા 22 વર્ષથી આ દેશી ઢાબા ચલાવી રહ્યા છે.અને લોકોને દેશી સ્ટાઈલમાં જમવાનું બનાવી પીરસી રહ્યા છે.
હાલના સમયમાં દેશી શિવ શક્તિ ઢાબા પર સરકારી વિભાગના કર્મચારીઓની પહેલી પસંદ બની છે. ઢાબા પર મળતી સ્પેશિય ચુલ્હા પર ની શાક, ચરકટ મિક્સ પાપડ અને સેવ ટામેટાની સબ્જી લોકોની પહેલી પસંદ બની છે.
સાથે ચણા મસાલા,વટાણા બટાકા, ફુલાવર ટામેટા, રીંગણ ટામેટા, દાળ,મિક્સ સબ્જી, સેવ ડુંગળી, સેવ મસાલા,સેવ પાપડ, ચરકટ મિક્સ, લસણીયા બટાકા, બટાકા ડુંગળી, ચાવલ ફ્રાય, પુલાવ, વેજ પુલાવ, રોટલી,અને ખાસ દહી રાયતા વગેરે શાક પણ મળે છે. આ ઢાબા પર તમામ શબ્જી માત્ર 60 થી 90 રૂપિયામાં મળે છે.
શિવ શક્તિ ઢાબાના માલિક જીતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તેઓના ત્યાં મળતી તમામ વાનગીઓ દેશી સ્ટાઈલમાં બનાવવામાં આવે છે. દાળ, શાકમાં દેશી સ્ટાઈલમાં જ તડકો મારવામાં આવે છે.
છેલ્લા 22 વર્ષથી ચાલતા ઢાબા પર તેઓએ તમામ વાનગીઓનો સ્વાદ મેઈન્ટેઈન રાખ્યો છે.તેઓએ જણાવ્યું હતું કે હાલ તેઓના ઢાબા પર સરકારી કર્મચારીઓ સહિત દૂર દૂરથી લોકો જમવા આવે છે.