Home /News /banaskantha /

ગુજરાતી યુવાનનો વતન પ્રેમ: કેલિફોર્નિયાના રસ્તા પર દોડશે 'DEESA'

ગુજરાતી યુવાનનો વતન પ્રેમ: કેલિફોર્નિયાના રસ્તા પર દોડશે 'DEESA'

ડીસા નંબર પ્લેટ સાથેની કાર સાથે ગુજરાતી યુવક

DEESA in California: "DEESA નંબર પ્લેટ લેવી મારું એક સપનું હતું. તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમારા વતન સાથે જોડાયેલા રહો. આ નંબર પ્લેટ મળી હોવાથી અમે બધા ખૂબ ખુશ છીએ."

    અમદાવાદ: વિશ્વના દરેક ખૂણામાં રહેતા ગુજરાતીઓ (NRG- Non Resident Gujarati) કોઈને કોઈ રીતે પોતાનો વતન પ્રેમ જતાવતા હોય છે. અમેરિકના કેલિફોર્નિયા (California) ખાતે રહેતા મૂળ ડીસાના સુજીલ બકુભાઈ ખોઝા (Sujeel Bakulbhai Khoja)એ પણ અનોખો રીતે વતન પ્રેમ વ્યક્ત કર્યો છે. સુજીલ ખોઝાએ તેની નવી નકોર ટેસ્ટા ગાડી (Tesla Car)ની નંબર પ્લેટ પર DEESA લખાવ્યું છે. આવું કરીને તેણે પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે. સુજીલ ખોઝાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને પોતાના વતન પ્રેમ વિશે ખૂબ સારી વાતો કરી છે.

    હકીકતમાં અમેરિકામાં તમે નંબર પ્લેટના નંબર તરીકે છથી સાત અક્ષરના કોઈ શબ્દની પસંદગી પણ કરી શકો છો. આ જ સ્કીમ હેઠળ સુજીલ ખોઝાએ નંબર પ્લેટમાં DEESA લખાવ્યું છે. આ પહેલા તમે ‘CHITRSN’, 'MUKHI', ‘VAPI’, PALNPUR લખેલી ગાડીઓ જોઈ જ હશે. હવે તેમાં DEESA ઉમેરાયું છે. ઉપરના તમામ નંબરો જે તે વ્યક્તિએ પોતાનો વતન પ્રેમ દર્શાવવા માટે લીધા હતા.


    સુજીલ બકુલભાઈ ખોઝા એ શું કહ્યું?


    સુજીલ ખોઝા સાન્સફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા ખાતે રહે છે. સુજીલ ખોઝાએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, "હું કેલિફોર્નિયા ખાતે રહું છું. મારું વતન ડીસા છે. ત્યાં જ મારો જન્મ થયો છે. અભ્યાસ પણ ત્યાં જ કર્યો છે અને મોટો પણ ત્યાં જ થયો છું. મારા હૃદયમાં ડીસા માટે એક ખાસ સ્થાન રહ્યું છે. હું દુનિયામાં જ્યાં પણ રહ્યો, મને ડીસા માટે ખાસ લગાવ રહ્યો છે. મેં જ્યારે મારી પ્રથમ ગાડી ટેસ્લી લીધી ત્યારે મને થયું કે આપણે આપણા ગામ કે વતનને કંઈક પાછું આપવું હોય તો કેવી રીતે આપી શકીએ. આ જ સમયે મારા પિતાને વિચાર આવ્યો કે ગાડીની નંબર પ્લેટ DEESA લઈએ. અમે આ વિચારને આગળ ધપાવ્યો અને નંબર પ્લેટ માટે અરજી કરી. સદનસિબે મને DEESA નંબર પ્લેટ મળી ગઈ છે. આ વાતને લઈને હું ખૂબ ખુશ છું."


    'સપનું સાકાર થયું'


    સુજીલ ખોઝાએ વધુમાં કહ્યું કે, "DEESA નંબર પ્લેટ લેવી મારું એક સપનું હતું. તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમારા વતન સાથે જોડાયેલા રહો. આ નંબર પ્લેટ મળી હોવાથી અમે બધા ખૂબ ખુશ છીએ. હું માનું છું કે તમે દુનિયામાં ગમે ત્યાં રહો પરંતુ તમારા રૂટ્સ (વતન) સાથે જોડાયેલા રહો. હું ભલે કેલિફોર્નિયામાં રહું છું પરંતુ ડીસા માટે ખાસ લાગણી રહી છે. મારા વતનને કંઈક પરત આપવાની આ મારી એક રીત છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Deesa, NRG, US, આરટીઓ, ગુજરાતી

    આગામી સમાચાર