રાજ્યનું એક માત્ર ડીસા માર્કેટ યાર્ડ વર્ષોથી હોળીના પર્વ પર બંધ રહે છે.
સામાન્ય રીતે દિવાળીની રજામાં યાર્ડ બંધ હોય છે. પરંતુ ડીસા યાર્ડ હોળીના પર્વમાં બંધ રહે છે. કારણ કે, ડીસા યાર્ડમાં 80 ટકા મજુર રાજસ્થાનનાં હોય છે. રાજસ્થાનમાં હોળીનું વિશેષ મહત્વ છે. હોળીની રજા મૂકીને મજુર જતા રહે છે.
Nilesh Rana, Banaskantha: રાજસ્થાનમાં હોળીનું વિશેષ મહત્વ છે. ડીસા માર્કેટ યાર્ડમાં રાજસ્થાનથી 70 થી80 ટકા લોકો મજૂરી માટે આવે છે. હોળીના પર્વ પર તમામ લોકો માર્કેટ યાર્ડમાં રજા મૂકી પોતાના વતન હોળીના પર્વની ઉજવણી કરવા જતા રહે છે. જેથી ડીસા માર્કેટયાર્ડ બંધ રહે છે.વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
રાજસ્થાનમાં કહેવત છે, દિવાળી અટેખટે પણ હોળી તો ઘરે
રાજસ્થાનમાં વસતા લોકો હોળીના પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. જ્યારે ફાગણ મહિનો શરૂ થાય ત્યારે રાજસ્થાનમાં પરંપરા મુજબ રાજસ્થાનના લોકો ફાગ ગાવતા હોય છે.
તેમજ રાજસ્થાનના લોકો મોટાભાગે સમગ્ર દેશભરમાં અલગ અલગ જગ્યાએ ધંધાર્થે જતા હોય છે અને જ્યારે હોળી પર્વ આવે ત્યારે તેમના મોઢે એક જ કહેવત હોય છે કે, દિવાળી અટેખટે પણ હોળી તો ઘરે. રાજસ્થાનના લોકો દિવાળી પર્વ તો ગમે ત્યાં ઉજવી દે છે.
પરંતુ હોળીના પર્વ પર રાજસ્થાનમાં પોતાના વતનમાં જ ઉજવે છે. હોળી પહેલા રજા મૂકી વતન પહોંચી જાય છે.
70થી 80 ટકા મજુર રાજસ્થાનથી આવે છે
ઉત્તર ગુજરાતનું ઊંઝા બાદ ડીસા માર્કેટ યાર્ડ બીજા નંબરે આવે છે અને આ માર્કેટ યાર્ડમાં મોટા ભાગના મજૂરી કામ કરતા લોકો રાજસ્થાનના છે.
ડીસા માર્કેટ યાર્ડ જ્યારથી શરૂ થયું ત્યારથી માર્કેટ યાર્ડમાં હોળીના પર્વ પર સાત દિવસ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવે છે.
રાજ્યમાં એકમાત્ર ડીસાનું માર્કેટ યાર્ડ હોળીના પર્વ પર બંધ રહે છે. કારણ કે 70 થી 80 ટકા મજુર રાજસ્થાનનાં હોય છે. રોજગારી છોડીને હોળી કરવા માટે રાજસ્થાન જાય છે.
હોળી બાદ યાર્ડમાં કામ શરૂ થાય છે
તમામ ખેડૂતો હોળીના પર્વ પહેલા પોતાનો તમામ પાક વેચાણ અર્થે માર્કેટ યાર્ડમાં આવી જતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જેથી ડીસા માર્કેટ યાર્ડમાં હોળીના પર્વ પર ખેડૂતોને કોઈ પાક વેચાણ માટે આવતા નથી. યાર્ડમાં હોળી બાદ કામ શરૂ થાય છે.