ડીસાની આ ગૌશાળામાં ગાયો,પક્ષીઓ વાનર,સસલા,સ્વાનોને સારવાર કરી આશ્રય અપાય છે.
ડીસામાં એક એવી ગૌશાળા આવેલી છે કે ત્યાં માત્ર ઘાયલ અને બીમાર ગાયો ને રાખવામાં આવે છે ત્યાં તેમની સારવાર કરી તેમને પાણી અને ઘાસચારો આપવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી તમામ પ્રકારના પશુપક્ષીઓને અનોખી સારવાર અપાય છે.
Nilesh Rana, Banaskantha: ગુજરાતમાં અનેક ગૌશાળા અને પાંજરાપોળો આવેલી છે. જેમાં મોટાભાગની ગૌશાળા અને પાંજરાપોળોમાં ગાયોની સાથે કતલખાને જતા બચાવેલા ઘેટા બકરા અને ભેંસો જેવા પશુઓને રાખવામાં આવે છે.પરંતું બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલીત ગૌ શાળામાં ઘાયલ અને બીમાર પશું પક્ષીઓની સારવાર કરી તેઓને સાજા થવામાં મદદ કરે છે.અહી બીમાર પશુંઓને તમામ પ્રકારની સારવાર સુવિધા આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની જી.આઇ.ડીસી વિસ્તારમાં જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ નામની ગૌશાળા આવેલી છે.આ ગૌશાળા છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે.
આ ગૌશાળા માં બીમાર અને અકસ્માતમાં ઘાયલ થયેલી ગાયોની સારવાર કરી આ ગાયોને આશ્રય આપવામાં આવે છે.
ગૌશાળામાં ગાયોની સાથે ઘાયલ થયેલા પક્ષીઓ,શ્વાનો,સસલા,વાનરોની સારવાર કરી જ્યાં સુધી સંપૂર્ણ પણે સાજા ન થઈ જાય ત્યાં સુધી તેને આ ગૌશાળામાં રાખવામાં આવે છે.
આ ગૌશાળામાં તમામ પ્રકારના પશુ પક્ષીઓને સારવાર અપાય.
આ ઉપરાંત આ ગૌશાળામાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાયલ થતા પક્ષીઓની પણ સારવાર કરી પાંજરામાં રાખવામાં આવે છે તેમજ આ ગૌશાળામાં આખું વર્ષ ગાયોની સાથે નિલ ગાય, શ્વાન, વાનર, મોર સમડી ,સસલાં જેવા અન્ય ઘાયલ પશુ પક્ષીઓને ત્યાં જ સારવાર કરી આશ્રય આપવામાં આવે છે. અને જ્યાં સુધી આ પશુ પંખીઓ સંપૂર્ણપણે સાજા ના થઈ જાય ત્યાં સુધી તેમની સેવા ચાકરી કરવામાં આવે છે.
ડીસાસા ખાતે આવેલ જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ ના ડોક્ટર દીપકભાઈ જોશીએ news18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગૌશાળા છેલ્લા 17 વર્ષથી સેવાનું કાર્ય કરી રહ્યા છે.
જેમાં ડીસાથી 15 થી 20 કિલોમીટરની રેંજ અંદર આ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા બીમાર તેમજ અકસ્માતમાં ઘવાયેલા અબોલ પશુ પક્ષીઓને એમ્બ્યુલન્સ મારફતે આ ગૌ શાળામાં લાવી તેમની સંપૂર્ણપણે સારવાર કરવામાં આવે છે.
ડોક્ટરની ટીમ સહિત બાર લોકોનો સ્ટાફ સતત ખડે પગે.
આ ગૌશાળામાં વેન્ટનરી ડોક્ટરની ટીમ સહિત 12 લોકોનો સ્ટાફ 24 કલાક આ ગૌશાળામાં હાજર રહે છે.તમામ પશુપક્ષીઓ ની સારવાર કરવામાં આવે છે.અને જો ગાયોમાં વધુ તકલીફ હોય તો ટેટોડા તેમજ ભાભર નહિતર પાટણ પશુ દવાખાને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ ગૌશાળામાં ગાયો માટે અલગ શેડ બનાવામાં આવ્યો છે.
આ ગૌશાળામાં તમામ પ્રકારના પશુ પક્ષીઓને અનોખી સારવાર
તેમજ પક્ષીઓ માટે જુદા જુદા પાંજરા તેમજ ચબુતરો પણ બનાવવામાં આવ્યા છે.દાતાના સહયોગથી છેલ્લા 17 વર્ષથી જય જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને નગરજનો પણ આ ગૌશાળાના કાર્યને બિરદાવી રહ્યા છે.