Home /News /banaskantha /Deesa: ગુજરાતનું આ શહેર દક્ષિણ રાજસ્થાનના લોકો માટે સંજીવની સમાન, આશરે 5000 દર્દીઓ સારવાર લેવા આવે

Deesa: ગુજરાતનું આ શહેર દક્ષિણ રાજસ્થાનના લોકો માટે સંજીવની સમાન, આશરે 5000 દર્દીઓ સારવાર લેવા આવે

X
ડીસામાં

ડીસામાં દરોજના 5 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.

બનાસકાંઠા જિલ્લાનું ડીસા મેડિકલ હબ બન્યૂં છે. ડીસામાં 300 થી વધુ હોસ્પિટલ આવેલી છે.રાજસ્થાનનાં દર્દીઓનો ડીસામાં વધારે ઘસારો જોવા મળે છે. અહીં અંદાજીત 5 હજારથી વધુ દર્દીઓનો ઘસારો રહે છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાનું ડીસા શહેર આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનનું મેડિકલ હબ બની ગયું છે. થોડા વર્ષો અગાઉ જ્યાં હોસ્પિટલોની જાજી સુવિધા નથી તે શહેરે થોડા જ સમયમાં મેડિકલ હબ બની ઉભરી આજે સમગ્ર ગુજરાતનું મેડિકલ ટુરીઝમ નગર બની ગયું છે. જ્યાં દૂર દૂરથી લોકો સારવાર અર્થે આવી રહ્યા છે. ડીસામાં માત્ર સવા લાખની વસ્તી સામે 300 થી વધુ હોસ્પિટલો આવેલી છે.અને રોજના અંદાજીત 5 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

દક્ષિણ રાજસ્થાનનું મેડિકલ હબ છે આ શહેર, રોજ આટલા દર્દીઓ સારવાર લેવા આવે, 300થી વધુ હોસ્પિટલ અહીં ઉપલબ્ધ

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદે અડીને આવેલો છે. ડીસાએ વેપારી મથક ગણાય છે.ડીસા શહેર આમ તો કોઈ જૂનું નગર નથી.માત્ર 160 વર્ષ અગાઉ જ અંગ્રેજોએ સ્થાપેલું શહેર છે. વર્ષો અગાઉ અહીં અંગ્રેજોનો કેમ્પ એટલે કે લશ્કરી છાવણી આવેલી હતી. ત્યારબાદ અંગ્રેજોએ વિવિધ સુવિધાઓ ઉભી કરતા અહીં શહેર વસ્યું હતું. ડીસામાં થોડા વર્ષો અગાઉ કોઈ મોટી હોસ્પિટલ હતી નહીં. આઝાદી બાદ અહીં સરકારી હોસ્પિટલની સુવિધા ઉભી થઈ.

ત્યારબાદ છેક 90ના દાયકામાં ભણસાલી ટ્રસ્ટે એક કરતાં વધુ તબીબોની સારવાર મળી રહે તેવી સાર્વજનિક હોસ્પિટલનું નિર્માણ કર્યું .તે અગાઉ અહીં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેવા ફેમિલી ફિઝિશિયન ડોક્ટરોના તેમજ આયુર્વેદાચાર્યોના ગણ્યા ગાંઠયા ક્લિનિકો હતા. ત્યારબાદ ભણસાલી હોસ્પિટલની સેવા ચોતરફ ફેલાતા તેમણે ગાંધી લિંકન હોસ્પિટલ નામની નવી હોસ્પિટલ ઉભી કરી અને ડીસામાં જિલ્લાભરમાંથી દર્દીઓ આવવાની શરૂઆત થઈ.

રાજસ્થાનનાં દર્દીઓ ડીસા આવવા લાગ્યા

ડીસામાં મોટાભાગે વસતા લોકો મારવાડી સમાજના હોય ધીરે ધીરે રાજસ્થાનમાં પણ ડીસાની મેડિકલ સેવા પ્રસરતા રાજસ્થાનથી દર્દીઓ પણ ડીસા સારવારથી આવવા લાગ્યા.જોકે બાદમાં ડીસા બનાસકાંઠા જિલ્લાની આર્થિક નગરી બનતા ધીરે ધીરે ડીસાનો વિકાસ થયો.અને ડીસા એ વેપારી મથક તરીકે ઉભું થયું અને સાથે સાથે જિલ્લામાંથી તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા લોકોએ ડીસા તરફ પોતાની નજર દોડાવી અને હોસ્પિટલો ડીસામાં બનાવવાની શરૂઆત કરી.

ડીસામાં 300થી વધુ નાની મોટી હોસ્પિટલ

આજે ડીસામાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કહી શકાય તેટલી 300 થી વધુ નાની-મોટી હોસ્પિટલો આવેલી છે.અહીં તમામ પ્રકારની સારવાર દર્દીઓને મળી રહે છે.જેથી ડીસા ઉપરાંત બનાસકાંઠા, કચ્છ તેમજ સમગ્ર દક્ષિણ રાજસ્થાનના પાંચ જિલ્લાના લોકો સારવાર અર્થે પહેલી પસંદગી ડીસા ઉપર ઉતારે છે અને અત્યારે ડીસામાં દરોજના અંદાજીત 5 હજારથી વધુ દર્દીઓ ડીસા ખાતે સારવાર માટે આવી રહ્યા છે.અને જેના કારણે ડીસા નાનું શહેર હોવા છતાં મેડિકલ હબ બની ગયું છે.

ડીસામાં કઈ કઈ પ્રકારના હોસ્પિટલ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં અત્યારે 300 થી વધુ હોસ્પિટલો આવેલ છે.કઈ કઈ પ્રકારના હોસ્પિટલ આવેલ છે.તે બાબતે બાળ નિષ્ણાત ડો.હિરેન પટેલે જણાવ્યું હતું કે, ડીસામાં શરૂઆતમાં થોડા ઘણા ફેસિલિટી ધરાવતા ડોક્ટરો હતા.તે બાદ અત્યારે તમામ પ્રકારની ફેસિલિટી ધરાવતા હોસ્પિટલ છે.અત્યારે ડીસામાં જુદી જુદી શાખાના 175 જેટલા સ્પેશિયલીસ્ટ છે.તેમજ 10 થી 15 જેટલા જનરલ પેકટિશ કરતા ડોક્ટર છે.તેમજ આયુર્વેદિક હોમિયોપેથીક ની ઘણી બધી હોસ્પિટલો પણ આવેલી છે.

ડીસામાં કેટલા સ્પેશિયાલિસ્ટ કેટલી મેડિકલ સુવિધાઓ

ડીસામાં મેડિકલ સેત્રે વિકાસ થવા લાગ્યો જેમાં સૌ પ્રથમ સીટીસ્કેન, એમ.આર. આઈ, ઈકોકાળીયો ગ્રાફ,બનતા થયા અને અત્યારે પૂરતા પ્રમાણમાં ફેસિલિટી થઈ એના લીધે મેડિકલ સેન્ટરમાંથી મેડિકલ હબનો વિકાસ થયો.સ્પે શિયાલી સ્ટમાં ફિજીસીયન,સર્જન,ગાયનેકોલોજિસ્ટ,બાળ નિષ્ણાત, આંખની હોસ્પિટલ ,દાંતની હોસ્પિટલ.

આ ઉપરાંત સાઈક્રાટ્રીસ્ટ , પેથોલોજીસ્ટ ,  રેડીયોલોજિસ્ટ  આ બધી બ્રાન્ચ બાદ છેલ્લા વર્ષોમાં સુપર સ્પેશિયાલિસ્ટ જેમાં ન્યુરો સર્જરીના ઓપરેશન,ગરદન તેમજ માથાન ઓપરેશન થવા લાગ્યા. તેમજ મોટી સંખ્યામાં યુરોલોજીમાં પથરીઅને કિટનીના રોગોના સ્પેશિયાલિસ્ટ પણ ઉપલબ્ધ થયા.તેમજ અમદાવાદથી ડીસામાં સ્પેશિયાલિસ્ટ વિજીટ માટે આવા લાગ્યા જેથી એકજ જગ્યાએ જે પણ જરૂરિયાત તેમજ જે પણ બીમારી છે.તેને એકજ સ્થળ પર પરથી તેની સારવાર મળી રહે છે.જેથી અત્યારે બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર મેડિકલ હબ બન્યું છે.
First published:

Tags: Banaskanatha, Deesa, Doctors, Local 18, તબીબી medical

विज्ञापन