રોટરી ક્લબ ડીસા ડીવાઈનની મહિલાઓએ 150થી વધુ વિદ્યાર્થીઓને લેવડાવ્યા શપત.
ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોટરી ક્લબ ડિવાઇન દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાની ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોટરી ક્લબ ડિવાઇન મહિલા દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.જાણો
સમગ્ર ભારત ભરમાં આજે યુવા ધન દિવસે ને દિવસે વ્યસન તરફ ધકેલાઈ રહ્યું છે. જેને લઇ અનેક સંસ્થાઓ દ્વારા યુવા ધન વ્યસન મુક્તિથી દૂર થાય તે માટે વિવિધ કાર્યક્રમો કરી યુવા ધનને જાગૃતિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.તેને અટકાવવા માટે પણ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વ્યસન મુક્તિના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ડીસામાં કાર્યરત રોટરી ક્લબ ડિવાઇન ડીસાની મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ શાળા કોલેજોમાં અભ્યાસ કરતા નાની ઉંમરના બાળકો વ્યસનથી દૂર રહે તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ડીસાની ડીએનપી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોટરી ક્લબ ડીવાઈન ડીસાની મહિલાઓ દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.રીટાબેન પટેલ ,આસિસટન્ટ ગવર્નરને મુખ્ય વક્તા ડૉ. ધવલભાઇ પ્રજાપતિ હતા આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતા 150થી વધુ વિદ્યાર્થીઓને વ્યસન “ના” કરવા માટે માર્ગદર્શન આપ્યું અને “શપથ” લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં પ્રમુખ ડૉ બિનલબેન માળી,સેક્રેટરી હિનલબેન,પ્રો.ચેરમેન વર્ષાબેન, કાંતાબેન, અલ્પાબેન, ફાલ્ગુનીબેન વીણાબેન,પ્રિન્સિપાલ આર.ડી.રબારી,દિવ્યાબેન, મિતલબેન,વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.