સોશિયલ મીડિયામાં પોતાના કામના વિડિયો બનાવી લોકોને કરે છે મોટિવેટ.
વાવના જાનાવાડા ગામના દશરથ હડીયલ જન્મથી દિવ્યાંગ છે. તેમને બે હાથ નથી.પરંતુ તમામ કામ જાતે કરે છે. લખવું, સ્નાન કરવું વગેરે કામ પગથી કરે છે. વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી લોકોને પ્રેરણા આપે છે.તેમજ જે આવક થાય તેમાંથી લોકોને મદદ કરે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નાનકડા ગામનો એક દિવ્યાંગ યુવક તેના બે હાથ નથી.છતાં પોતાનું કાર્ય ખુદ જાતે કરે છે. પોતાના વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને મોટેવીટ કરી રહ્યો છે અને લોકોને જીવન જીવવાની પ્રેણા આપી રહ્યો છે. તેમજ અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે.
જાનાવાડાના દશરથ ભાઈ પોતાનું તમામ કરે છે પગથી, આવી રીતે લોકોની મદદ પણ કરે છે
વાવ તાલુકાના ગામ જાનાવાડા ગામમાં રહેતા દશરથભાઈ ચેલાભાઈ હડિયલ જેમની ઉંમર 25 વર્ષ છે.ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.આ યુવકનો પરિવાર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
દશરથભાઈ હડિયલ જન્મથી દિવ્યાંગ છે. દશરથભાઈનો જન્મ થયો ત્યારે બે હાથ ન હતા. માતા પિતા ખુબ જ દુઃખી હતા. કેવી રીતે પોતાનું જીવન વિતાવી શકશે.
બાદ દશરથના માતા પિતાએ મજૂરી કરી તેને 1 થી 8 ધોરણ સુધી પોતાના ગામમાં ભણાવ્યો. બાદ ધોરણ 9 ગાંધીનગર ખાતે આવેલી ઉવારસદ સદવિચાર પરિવાર દિવ્યાંગ શાળામાં મોકલ્યો હતો. જેથી તે પોતાનું કાર્ય જાતે કરી શકે. દશરથ ગાંધીનગરમાં રહી પોતાના કામ જાતે પોતાના પગેથી કરવા લાગ્યો. 10માં ધોરણમાં એક વિષયમાં નાપાસ થતા ઘરે આવી ગયો. બાદ પોતાનું કાર્ય કરે તે વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કરવા લાગ્યો.
તમામ કામ પગથી કરે છે
દશરથ હડિયલને ભગવાને જન્મથી બે હાથ ન આપ્યા, પરંતુ હિંમત હાર્યા વગર તમામ કામ પગથી કરવા લાગ્યા છે. જેમાં દશરથ પોતાના પગેથી મો ધોવાનું, બ્રશ કરવાનું,
માથામાં તેલ લગાવાનું,વાળ ઓળાવાના, લખવાનું, જમવાનુ, ફોન ચલાવાનો, કપડાને પ્રેસ કરવાના સહિતની તમામ કામ પગથી કરે છે.
હિંમત હારવાની કોઈ જરૂર નથી
તમામ કાર્યના વિડીયો બનાવી દશરથ સોસિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને મોટીવેટ કરે છે. લોકોને જીવન જીવવાની પ્રેણા આપે છે. જણાવ્યું હતું કે, લોકો હિંમત હારી આત્મહત્યા જેવા રસ્તા અપનાવતા હોય છે.
તેવા લોકોને વિડીયો મારફતે જણાવે છે કે મારે બંને હાથ ન હોવા છતાં હિંમત હાર્યા વગર સારી રીતે જિંદગી જીવી રહ્યો છે.
સોસિયલ મીડિયાના માધ્યમથી થતી આવકથી લોકોની મદદ
દશરથ હડિયલ છેલ્લા 3 વર્ષથી વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કરે છે.જેમાં થતી આવક જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે.તેમજ મા બાપ વિનાની કચરો વીણી અને માંગીને ખાતી 3 દીકરીઓને કારીયાણું અપાવી મદદ કરે છે.દશરથ હડિયલના આવા કાર્યને આજુબાજુ લોકો તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકો તેના કાર્યને બિરદાવી રહ્યા છે.