Home /News /banaskantha /Banaskantha: દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાયો; સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી મળી રહેશે

Banaskantha: દાંતીવાડા ડેમ 5 વર્ષ બાદ છલકાયો; સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી મળી રહેશે

જિલ્લાના દાંતીવાડા ડેમના 11 ગેટમાંથી એક ગેટ દ્વારા બનાસનદીમાં પાણી છોડાયું..

બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આજે 5 વર્ષ બાદ છલકાયો છે.ડેમના બે દરવાજા  ખોલી ડેમનું પાણી બનાસનદીમાં છોડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

    Nilesh Rana.Banaskantha: રાજ્યમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. તેમજ ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમમાં પાંચ વર્ષ બાદ દાંતીવાડા ડેમમાં 600 ફૂટ પાણી ભરાતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા.ડેમના 2 દરવાજા ખોલી 5 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.5 હજાર પાણી છોડાતાખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

    ગુજરાત સહિત રાજસ્થાનના માઉન્ટ આબુ અને ઉપરવાસમાં સતતવરસાદ થઈ રહ્યો છે. જેથી વરસાદી પાણી સીધું બનાસ નદીમાં આવી રહ્યું છે. બનાસનદી માંથી ડેમમાં હાલસ્થિતિમાં 31,000 ક્યુસેક પાણી ડેમમાં આવ્યું છે. જેથી આજે બપોરે દાંતીવાડા ડેમ 600 ફૂટની સપાટી સુધી પહોંચી ચૂક્યો છે. જોકે 31,000 ક્યુસેક પાણીનીઆવકયથાવત જોવા મળી રહી છે. અને ડેમ સત્તા મંડળને આવકની સામે ભયજનક સપાટી આવતાં ડેમના 2 ગેટખોલી 5 હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ બનાસનદીમાં છોડાયું છે.



    દાંતીવાડા ડેમમાંથી બનાસનદી પાણી છોડાતા ખેડૂતોને ફાયદો.

    બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ આજે 5 વર્ષ બાદ છલકાયો છે.જિલ્લામાં પાંચ વર્ષ બાદ પાણીને લઈને સુખદ સંકેતો મળ્યા છે.જ્યારે ડેમનું પાણી બનાસનદી માં છોડાતા ખેડૂતોને કેટલો ફાયદો થશે તે બાબતે કૃષિ વૈજ્ઞાનિકના ડો.યોગેશ પવારને પૂછતાં તેમણે જણાવ્યું હતું.કે ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં સિંચાઈના વિકલ્પો થી તમામ સીઝનમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ પાણી મળશે.તેમજ બે વર્ષથી જમીનના તળ 1 હજાર ફૂટ સુધી પોહચ્યા છે.તે પણ ઉપર આવશે તેમજ ખેડૂતોએ કરેલી ખેતીમાં પણ મોટો ફાયદો થશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે.



    તેમજ ચોમાસામાં કરેલા પાક જેવા કે મગફળી,બાજરી, દિવેલા,મગ, કપાસ તેમજ શાકભાજીમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.છેલ્લા બે વર્ષથી જિલ્લામાં સારો વરસાદ ન હોવાના કારણે ખારૂ પાણી આવતું હતું જેના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતુ હતું અને પાક નિષ્ફળ પણ જતો હતો.આજે પાંચ વર્ષ બાદ જ્યારે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં છોડતા જિલ્લામાં ઉદ્ભવેલી પાણીની સમસ્યાનું નિરાકરણ થશે.



    છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ ન થતા સમગ્ર જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી.તેમજ જમીનના તળ પણ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા હતા.તેમજ ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું હતું.આજે પાંચ વર્ષ બાદ જ્યારે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ 600 ફૂટ ભરાતા ડેમનાબે દરવાજા ખોલી ડેમનું પાણી બનાસનદી માં છોડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.



    ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા જેને જોવા આસપાસના ગામડાના લોકો અને નજીકના વિસ્તારમાં વસતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.નદીમાં પાણી છોડાતા ખેડૂતે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી માટે પાણી વગર હેરાન થઈ રહ્યા હતા.પાણી ન હોવાના કારણે પાણીના તળ પણ નીચા જતા રહ્યા હતા જે હવે ઊંચા આવશે.અને ખેડૂતોને ઘણો ફાયદો થશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanatha, Dam overflow, Heavy rain

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन