Home /News /banaskantha /

દાંતાના રાજવી પરિવારે અંબાજી મંદિર અને તેની મિલકત પર દાવાનો હક ગુમાવ્યો, કોર્ટે ફટકાર્યો 50,000 રૂપિયાનો દંડ

દાંતાના રાજવી પરિવારે અંબાજી મંદિર અને તેની મિલકત પર દાવાનો હક ગુમાવ્યો, કોર્ટે ફટકાર્યો 50,000 રૂપિયાનો દંડ

અંબાજી મંદિર

    બનાસકાંઠા: દાંતાના પૂર્વ રાજવી પરિવારે અંબાજી માતાના મંદિર, તેની મિલકતો અને ગબ્બર ટેકરી પર પોતાનો દાવો ગુમાવ્યો છે. તેમના દાવામાં અડધી સદીથી વધુ સમય સુધી બિનજરૂરી મુકદ્દમો કરવા બદલ સિવિલ કોર્ટે તેમને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    મુખ્ય વરિષ્ઠ સિવિલ જજ બી. કે. અવશિયાએ દાંતા સ્ટેટના ભૂતપૂર્વ શાસક મહારાણા પૃથ્વીરાજસિંહે બનાસકાંઠા જિલ્લાના આરાસુર ટેકરી પર આવેલા પ્રખ્યાત મંદિર અને નજીકના ગબ્બર ટેકરી માટે કરેલા દાવાને ફગાવી દીધો હતો. આ દાવો 1970માં દાખલ કરવામાં આવ્યો હતો અને પૂર્વ શાસકના મૃત્યુ પછી તેમના વારસદાર મહિપેન્દ્રસિંહજી પરમારે આ દાવાને આગળ ધપાવ્યો હતો. તેમણે મંદિરનું સંચાલન કરતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પાસેથી મંદિર અને મિલકતો પાછી મેળવવાનો દાવો કર્યો હતો.

    મંદિરની માલિકી અંગેનો વિવાદ 1948માં તત્કાલીન શાહી પરિવાર દ્વારા ભારતના ગવર્નર જનરલ સાથે મર્જર કરાર પછી શરૂ થયો હતો. આ પરિવાર મહારાણાની ખાનગી મિલકતોની સંપૂર્ણ માલિકી, ઉપયોગ માટે હકદાર હતો. સિક્યોરિટીઝ અને કેશ બેલેન્સ, અંબાજી મંદિર, ગબ્બર ટેકરી અને મંદિરની તમામ મિલકતોનો ઉલ્લેખ પરિવારની ખાનગી મિલકતોની યાદીમાં કરવામાં આવ્યો હતો.

    વડોદરામાં યુવાને કંપનીમાં માત્ર બે મિનિટમાં જ ખાધો ગળેફાંસો, ઘટનાના CCTV આવ્યા સામે

    મંદિરનું સંચાલન સરકાર દ્વારા રચાયેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર હતું. જોકે, 1953માં આવી મિલકતોને સરકારની મિલકતો તરીકે ગણવાના ભારત સરકારના નિર્ણય બાદ મુંબઈ સરકારે આ મંદિરનો કબજો લીધો હતો. જેથી મહારાણાએ મંદિર અને ટેકરી પર માલિકીનો દાવો કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે 1954માં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને 1957માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સરકારે મંદિરનો કબજો લઈ લીધો હતો.

    ત્યારબાદ મહારાણા સિવિલ કોર્ટમાં ગયા હતા, કોર્ટે 52 વર્ષ પછી તેમના પરિવાર સામે ચુકાદો આપ્યો હતો. મંદિર પરના રાજવીઓના દાવાને ફગાવી દેતી વખતે કોર્ટે લગભગ સાત દાયકાના મુકદ્દમાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે, કેસ ચલાવવો એ પરિવારનો અધિકાર છે, પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા પછી મહારાણાએ પોતાને વધુ કેસથી રોકવા જોઈતા હતા. પરંતુ તેમણે એક દાયકાથી વધુ સમય પછી સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં વાદીએ પ્રતિવાદીઓ તેમજ અદાલતના સમય અને નાણાંનો બગાડ કર્યો હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Court case, અંબાજી, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन