Home /News /banaskantha /Deesa: આ વિસ્તારની આદિજાતિ બહેનો સરકારની આ યોજના થકી આત્મનિર્ભર બની, પશુપાલન કરી મેળવે છે સારી આવક
Deesa: આ વિસ્તારની આદિજાતિ બહેનો સરકારની આ યોજના થકી આત્મનિર્ભર બની, પશુપાલન કરી મેળવે છે સારી આવક
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દાતા તાલુકાના આદિજાતિ પરીવારો આર્થિક પગભર બન્યા.
સંકલિત ડેરી વિકાસ યોજના દ્વારા બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં આ વર્ષે 3500થી વધુ આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે. જેથી આ પરીવારો આર્થિક પગભર બન્યા છે. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દાતા તાલુકાના આદિજાતિ પરીવારો આર્થિક પગભર બન્યા છે.
Nilesh Rana, Banaskantha: સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે. આદિવાસી કુંટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી બનાવાઇ છે. આ વર્ષે 3500ના લક્ષ્યાંકને પૂર્ણ કરી દાંતા તાલુકા વિસ્તારમાં આદિજાતિ બહેનોને ભેંસો આપવા માં આવી છે. જેનાથી આ વિસ્તારમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.તેમની સુખ સુવિધામાં પણ ઉમેરો થયો છે.જાણીએ.
ગુજરાતના પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારો એટલે મહદઅંશે ડુંગરાળ અને જંગલ વિસ્તાર.આદિજાતિ વિસ્તારોમાં ઝડપી,સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સહિત સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે.આદિજાતિ વિસ્તારોમાં પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી આદિજાતિ મહિલાઓ પણ સ્વનિર્ભર બની સારી આવક મેળવી શકે તથા પશુપાલનના વ્યવસાયમાં રોજગારી વધારવા માટે સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સંકલિત ડેરી વિકાસ યોજના દાંતા તાલુકા માટે અમલમાં મુકવામાં આવેલી છે.આદિવાસી કુંટુંબો ખેતી સાથે પશુપાલનના વ્યવસાય દ્વારા કાયમી આવક મેળવતા થાય તે હેતુથી આ યોજના અમલી કરવામાં આવી છે.સરકારની આ યોજનામાં આદિજાતિ કુટુંબને શું લાભ આપી શકે છે. જાણો
આ યોજના અન્વયે આદિજાતિ કુટુંબને બે દુધાળા પશુ તેમજ આનુસંગિક લાભ જેવા કે, વાસણની કીટ, પશુ વીમો, પશુ દાણ, ટ્રાન્સ્પોર્ટેશન, પશુ સારવાર અને તાલીમ આપવામાં આવે છે. આ યોજનામાં આદિજાતિ મહિલા લાભાર્થીઓને બે ભેંસો આપવામાં આવે છે. એક ભેંસની માન્ય કિંમત રૂ. 54,400/- છે. જેમાં ભારત સરકાર દ્વારા રૂ. 17,400/- ની સહાય અને ગુજરાત સરકાર દ્વારા રૂ. 15,000/-ની સહાય અપાય છે. તથા ગુજરાત ટ્રાયબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા રૂ. 20,000/- ની 6 ટકાના સાદા વ્યાજની લોન આપવામાં આવે છે. અને રૂ. 2,000/- લાભાર્થીનો ફાળો હોય છે.આદિજાતિ બહેનો આ યોજનાનો લાભ મેળવવા ગ્રામ્યકક્ષાએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે.
દાંતા તાલુકાના ગોઠડા ગામના વતની અને આ યોજનાના લાભાર્થી શારદાબેન રામજીભાઈ ખોખરીયાએ જણાવ્યું કે, સરકારે અમને ભેંસ આપી છે, રોજનું 6 થી 7 લીટર દૂધ ડેરીમાં આપીએ છીએ. દૂધના પગારમાંથી છોકરા ભણાવીએ છીએ, કરિયાણું લાવીએ છીએ, ઘરનું બધું હેડે જાય છે,તેમજ અમારા બાળકો હવે ઘરનું દૂધ પી શકે છે. અને દૂધના વ્યવસાયથી અમારી સુખ-સમૃદ્ધિ વધી છે. આ યોજના હેઠળ સરકારએ અમને ભેંસો આપી છે. તેનાથી અમારો પરીવાર સુખી થયો છે.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આ વર્ષે દાંતા તાલુકામાં ૩૫૦૦ બહેનોને ભેંસો અપાઇઃ
સંકલિત ડેરી વિકાસ યોજના- દાંતા સ્પેશ્યલ અંતર્ગત બનાસ ડેરીના પ્રોજેક્ટ ઓફિસર ર્ડા. પ્રકાશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સરકારની આ યોજના માટે બનાસ ડેરી અમલીકરણ સંસ્થા છે. આ વર્ષે 3500 ના લક્ષ્યાંકને પૂર્ણ કરી દાંતા તાલુકા વિસ્તારમાં આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવી છે.જેનાથી આ વિસ્તારમાં દૂધની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અને તેમની સુખ સુવિધામાં પણ ઉમેરો થયો છે.
સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ દાંતા તાલુકાના આદિજાતિ પરિવારો આર્થિક પગભર બન્યા
સંકલિત ડેરી વિકાસ યોજના થી અંતરિયાળ વિસ્તારમાં દૂધની આવકમાં વધારો થયો છે તેમજ આદિજાતિ બહેનોને ભેંસો આપવામાં આવતા આ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિમાં સુખદ પરિવર્તન આવી રહ્યું છે. આવી યોજનાઓ આદિજાતિ બહેનો માટે આશીર્વાદ રૂપ બની છે અને મહિલાઓ સ્વમાનભેર આત્મનિર્ભરતાથી પરિવારનું ગુજરાન ચલાવે છે.