Home /News /banaskantha /Congress Gujarat: વાવ-થરાદના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જાહેર જનસભા, ભાજપ પર આકરા પ્રહાર કર્યા

Congress Gujarat: વાવ-થરાદના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જાહેર જનસભા, ભાજપ પર આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસે વાવ-થરાદના ઉમેદવારોના સમર્થનમાં જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા

Congress Gujarat: વાવ અને થરાદ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠાઃ વાવ અને થરાદ કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસની જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરી હતી.

    કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું હજારોને સંબોધન


    ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પક્ષ પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે આજે વાવ અને થરાદના વિધાનસભા બેઠકના ઉમેદવારોને જીતાડવા માટે કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, આ જનસભામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આવ્યા હતા.

    આ પણ વાંચોઃ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને AAPને કહ્યા તકવાદી

    જગદીશ ઠાકોરે શું કહ્યુ?


    તેમણે હજારોની જનમેદનીને સંબોધન કર્યુ હતુ. આ ઉપરાંત તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેટલું જ નહીં, ભાજપના કેટલાક ઉમેદવારને ઘેટા સાથે સરખાવી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કેટલાક વધારે ઉનવાળા ઘેટા આવે તો તેમનું ઉન કાતરી લેજો અને પછી રઝળતા મૂકી દેજો.’


    ગુલાબસિંહ રાજપૂતના નામ લીધા વગર હરીફ પર પ્રહાર


    બીજી તરફ થરાદના ધારાસભ્ય અને થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ગુલાબસિંહ રાજપૂતે પણ હરીફ ઉમેદવાર શંકર ચૌધરીનું નામ લીધા વગર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘આપણાં ઘરે મહેમાન આવે તો ચા-નાસ્તો કે રોટલા પડ્યાં હોય તો ખવડાવાય પરંતુ તેમને ચાવી ન સોંપી દેવાય.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Banaskantha News, Congress Gujarat, Jagdish Thakor

    विज्ञापन
    विज्ञापन