Home /News /banaskantha /બનાસકાંઠા: દિયોદરમાં કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકરોનું મોટું નિવેદન, '.. તો હું સીટ છોડવા તૈયાર છું'
બનાસકાંઠા: દિયોદરમાં કોંગ્રેસ MLA ગેનીબેન ઠાકરોનું મોટું નિવેદન, '.. તો હું સીટ છોડવા તૈયાર છું'
દિયોદરમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન
banaskantha news: બનાસકાંઠા દિયોદર (banaskantha diyodar) ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન (congress janjagaran abhiyan) અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસને (congress MLA Geniben thakor) જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં (banaskantha) કોંગ્રેસના (congress) જન જાગરણ અભિયાન કાર્યક્રમમાં આજે સોમવારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (MLA geniben thakor) ફરી એકવાર દરિયાદિલી બતાવી છે અને કોંગ્રેસને જીતાડવા માટે જો તેનાથી કોઈ સારો વિચાર મળે તો તેઓ સીટ છોડવા માટે પણ તૈયાર હોવાનું જાહેર મંચ પરથી નિવેદન આપ્યો હતું.
બનાસકાંઠા દિયોદર ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.
સાથે સાથે મોટાભાગના ધારાસભ્ય પોતાની સીટ બચાવવા માટે અને ફરીથી ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાડતા હોય છે તેવામાં ગેનીબેન ઠાકોરે જો તેમનાથી કોઈ સારો ઉમેદવાર મળે તો તેઓ કોંગ્રેસ ને જીતાડવા માટે તેમની સીટ પર છોડવા માટે તૈયાર હોવાનું નિવેદન આપ્યું હતું.
આ સિવાય વધુમાં તેમણે હતું કે અત્યારે ભાજપ સરમુખત્યારશાહી ચલાવી રહ્યું છે ત્યારે આવનાર ચૂંટણીમાં કોંગ્રેસે ના કાર્યકરોએ બૂથ ઉપર કટાર લઈને ઉભું રહેવું પડે તો પણ તૈયાર રહેવુ પડશે તેવુ જાહેરમાં નિવેદન આપ્યું હતું.
ચૂંટણી જીતવા માટે ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું પડે તો પણ કોંગ્રેસના કાર્યકરો તૈયાર રહેશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર હંમેશા કોઇને કોઇ વિવાદિત નિવેદન આપતા રહે છે ત્યારે આજે દિયોદર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પણ તેઓએ ફરી એકવાર તેમના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઈંડા-નાન-વેજની લારી અંગે નિવેદન
આણંદના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. પરતું જો ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.
આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે.
આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.