બનાસડેરીએ દેશનો પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો છે.જેના કારણે પશુપાલકોને છાણમાંથી આવક શરૂ થઈ છે. પરિણામે આજુબાજુના પશુપાલકોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે.એક રૂપિયાના ભાવ ખેડૂતો પાસેથી છાણ ખરીદાય છે.
Nilesh Rana Banaskantha: બનાસકાંઠાના પશુપાલકોને ગાય-ભેંસના છાણમાંથી પણ કમાણી થઈ રહી છે.બનાસ ડેરીએ દેશનો પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો છે. પશુપાલકો પાસેથી બનાસડેરી છાણની ખરીદી કરે છે. પશુ પાલકોને એક કિલો છાણનો એક રૂપિયો ભાવ આપે છે.હવે પશુપાલકો છાણમાંથી પણ આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠાના પશુપાલકો બાયોગેસ પ્લાન્ટ મારફતે ગાય-ભેંસના છાણમાંથી પણ આવક મેળવતા થયા છે,ત્યારે ડીસા તાલુકાના દામા ગામ પાસે અદ્યતન બાયોગેસ પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અને આજુબાજુના ખેડૂતોઅને પશુપાલકો અહીં દૂધની જેમ ગોબર ભરાવી રહ્યા છે અને તેમાંથી કમાણી કરતા થયા છે.
અહીંયા ઉત્પન્ન થતા ગેસનું શુદ્ધિકરણ કરીને તેનું બોટલિંગ કરી વાહનોના ઇંધણ તરીકે કામમાં લેવાઇ રહ્યું છે. પ્લાન્ટની નજીક ગેસ સ્ટેશન ઉભુ કર્યું છે, જ્યાંથી વાહનોમાં બળતણ તરીકે ગેસ ભરાવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આવા સીએનજી પંપ દરેક તાલુકા મથકે પણ ઉભા થશે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ લાભ મળતો થશે.
પશુપાલકો અહીં દૂધની જેમ ગોબર એક્ઠુ કરે છે
બનાસડેરી દિન-પ્રતિદિન પશુપાલકોના હિતમાં કામ કરી રહી છે, હવે ગાય-ભેંસના ગોબરના ભાવ પણ મળતા થાય છે.ડેરીએ દેશનો સૌપ્રથમ ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરીને તેને શુદ્ધિકરણ કરી સીએનજી પંપ બનાવ્યો છે. જેનું ટેસ્ટિંગ થઈ ગયું છે.બનાસડેરીએ પશુપાલકોને દૂધની સાથે ગાય-ભેંસના ગોબરની પણ કિંમત મળે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યો છે.
ડીસા પાસેના દામા ગામે ગોબરગેસ પ્લાન્ટ બનાવી તેમાંથી ઉત્પન્ન થતાં ગેસ દ્વારા બાજુમાં સીએનજી પમ્પ બનાવ્યો છે. આજુબાજુના ગામના લોકો દૂધની સાથે હવે ગાય-ભેંસનું ગોબર પણ વેચાણ કરી રહ્યા છે.દેશનો સૌપ્રથમ ગેસ પ્લાન્ટની સાથે તેની રબડીમાંથી ઉત્તમ પ્રકારનું સેન્દ્રીય ખાતર બનશે અને જૈવિક ખેતીને પ્રોત્સાહનની સાથે પર્યાવરણની રક્ષા પણ થશે અને જિલ્લો ઓર્ગેનિક જિલ્લો બને તે દિશામાં કામ કરશે.
40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવે છે
એક કિલો ગોબર રૂપિયા એકમાં ખરીદી રોજનું 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવી રહ્યું છે અને બાયો પ્રોડક્ટ તરીકે ખાતર બની રહ્યું છે.અહીં બાય પ્રોડક્ટ તરીકે સોલિડ અને લિકવિડ ઓર્ગનીક ખાતર બની રહ્યું છે તે પણ પશુપાલકોને ખેતીમાં મદદરુપ થઈ રહ્યું છે.જિલ્લમાં દરેક તાલુકા માં 50 જેટલા બાયોગેસ પ્લાન્ટ શરૂ થશે જેથી સમગ્ર જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને આનો સીધો ફાયદો થાય અને દૂધ ની સાથે ગોબરમાંથી પણ કમાણી કરી શકશે.
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલ દામા ખાતે બાયો સીએનજી પ્લાન્ટ બનાવ્યો.જે આજુબાજુના ગામડામાંથી બનાસડેરી દ્વારા છાણ લેવાનું ચાલુ કર્યું.અત્યાર સુધી બે કરોડ રૂપિયાનું છાણ ખરીદયુ.આ છાણમાંથી સી એન જી ગેસ બનાવ્યો. ગેસનું આજ દિન સુધી 1 કરોડ 20 લાખથી વધુનો ગેસ માર્કેટના ભાવ પ્રમાણે વેહચ્યો છે.
તેમજ બાદ ઓર્ગેનિક ફર્ટિલાઈઝ જે હેલ્થ અને તંદુરસ્તીને નુકસાન થતા રાસાયણિક ખાતરમાંથી ખેડૂતોને બચાવી બનાસડેરી દ્વારા છાણીયા ખાતરના વિકલ્પ તરીકે ખેડૂતના ખેતરમાં જઈ નજીવ દરે છટકાવ કરી આપે છે.પ્લાન્ટમાંથી નીકળતા ઘનમાંથી DAPમાં વપરાતા રોપને મિશ્ર કરી બનાસડેરીનું ઓર્ગેનિક DAP બનાસ ગોબરધન પ્રોમ ખાતર બનાવેલ છે.અને ખેડૂતો મોટા પ્રમાણમાં આ ખાતરનો ઉપયોગ કરે છે.
ખેડૂતોને બાયો સીએનજી પ્લાન્ટથી ખૂબ ફાયદો થઈ રહ્યો છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસડેરી દ્વારા બાયો સીએનજી પ્લાટ નાખવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે.ખેડૂતો પોતના ખેતરમાં વધારે છાણ ભેગું થતું તે બનાસડેરી દ્વારા બનાવેલ બાયો સીએનજી પ્લાટમાં ભરાવતા થયા અને તેમને આવક પણ શરૂ થઈ.તેમજ પોતાની ગાડીમાં પણ સી એન જી નો ઉપયોગ કરતા થયા અને બાયો સી એન જી પ્લાન્ટમાંથી છાણમાંથી બનતું ખાતર ખેતરમાં ઉપયોગ કરવાથી ખેતીમાં ફાયદો થવા લાગ્યો છે.