માટીના માટલા માંથી પાણી પીવાથી તમામ પ્રકારના રોગો દૂર થાય છે.
વર્તમાન સમયમાં પણ લોકો ઉનાળામાં માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરી રહ્યાં છે. ઉનાળો આવતા બજારમાં વિવિધ ડિઝાઇન માટલા આવી ગયા છે. બજારમાં 150 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો ભાવ છે.
Nilesh Rana, Banaskantha: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારોમાં દેશી ફ્રીજ ગણાતા રંગબેરંગી ડિઝાઇન વાળા માટીના માટલા પણ આવી ગયા છે.પરંતુ ટેકનોલોજી પ્રમાણે અત્યારના લોકો ફ્રીજ આરઓ તેમજ ફિલ્ટર વાળું પાણીનું સેવન કરી રહ્યા છે. પરંતુ માટીના માટલાનું પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. ઉનાળો શરૂ થતા બજારમાં જુદી જુદી ડિઝાઇનનાં માટલાઓ આવી ગયા છે. માટલાની જુદી જુદી કિંમત છે.
માટીના માટલાના પાણીના ઘણા બધા લાભ
ડીસાના જીતુભાઈ પટેલ (વૈદ્ય) જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ છે.આપણને ઠંડા પાણીની પણ જરૂરિયાતતો પણ ઊભી થઈ છે. પરંતુ અત્યારે લોકો ઠંડા પાણી પીવા માટે ઘરે ઘરે ફ્રીજ,
આર.ઓ તેમજ અનેક ફિલ્ટર વાળા પાણીનો વધારે ઉપયોગ કરી રહ્યા છે.પરંતુ આપણી સંસ્કૃતિ અને પ્રાકૃતિક સાથે જોડાયેલું દેશી માટીનું માટલું છે. દેશી માટીના માટલાના પાણીના ઘણા બધા લાભ છે.
પરંતુ અત્યારે જો દેશી માટલું રાખો તો એવું લાગે કે ગામડાના માણસો તેમજ પછાત લોકો હોય તે માટલાનું પાણી પીવે છે. પરંતુ માટલાના પાણીમાં અદભૂત ગુણધર્મો છે. લોકો જાણતા નથી, માટીએ પંચમહા ભૂત માંથી એક મહાભૂત છે.
જેના વડે આપણું શરીર બન્યું છે.માટીના માટલામાં પાણી નાખવામાં આવે તો એક સરસ સુગંધ ઉત્પન્ન થાય છે, તે સુગંધ તમને આકર્ષિત કરે છે. માટલાનું પાણી પીધા પછી શરીરમાં ખૂબ જ ઠંડક મળે છે.
શરીરમાં સૂક્ષ્મ તત્વો પહોંચતા થાય છે
માટલું બનાવતી વખતે જે માટી પસંદ કરવામાં આવે છે. માટીમાં સૂક્ષ્મ મિનરલ હોય છે. તેમજ સૂક્ષ્મ તત્વો પણ રહેલા હોય છે.
સતત માટલામાં પાણીમાં ઓગળતા રહે છે. આપણા શરીરમાં સૂક્ષ્મ તત્વો પહોંચતા હોય છે. જેથી શરીરમાં કોઈ પણ તત્વોની અછત ઉભી થતી નથી.