25 દિવ્યાંગ બાળકો અને 25 સામાન્ય બાળકોએ સાથેમળી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ
વિશ્વ વિકલાંગ દિવસ પર આજે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા દિવ્યાંગ ભવનમાં દિવ્યાંગ બાળકોએ લોકોને ચૂંટણી પ્રસંગે મતદાન અંગે જાગૃત કરવા માટે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ મતદાર જાગૃતિ અંગેના ચિત્રો દોર્યાં હતા.
Nilesh Rana, Banaskantha: વિશ્વમાં ત્રણ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વ વિકલાંગ દિવસ પર આજે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા દિવ્યાંગ ભવનમાં દિવ્યાંગ બાળકોએ લોકોને ચૂંટણી પ્રસંગે મતદાન અંગે જાગૃત કરવા માટે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ મતદાર જાગૃતિ અંગેના ચિત્રો દોર્યાં હતા.
લોકશાહી દેશમાં નેતાને લોકો ચૂંટતા હોય છે.અને તેના માટે ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે સ્પષ્ટ જનાદેશ વાળી સરકાર રચાય તે માટે વધુને વધુ લોકો મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવતા હોય છે.
ત્યારે આજે વિશ્વ વિકલાંગ દિવસ પર બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ અંધજન મંડળ અમદાવાદ સંચાલિત ખુશીઓનું સરનામું આદિવ્યાંગ ભવનના દિવ્યાંગ બાળકોએ પણ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવા માટે ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને મતદાર જાગૃતિ અંગેના ચિત્રો દોર્યાં હતા.
ડીસા ખાતે આવેલા દિવ્યાંગ ભવન ખાતે મંદબુધ્ધિના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો ભલે મંદ બુધ્ધિના હોય પરંતુ તેમ છતાં આ બાળકો અત્યારે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી મતદાન અંગે જાગૃતિ લાવવા માટે કરી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને બે દિવસ બાદ બીજા તબક્કાનું મતદાન થનાર છે. ત્યારે આજે વિશ્વ વિકલાં ગ દિવસ પર દિવ્યાંગ ભવનના બાળકોએ લોકોને મતદાન અંગે જાગૃત કરવા માટે ચિત્ર સ્પર્ધામાં મતદાન અંગે જાગૃતિ લાવવાના ચિત્રો દોર્યાં હતા.
ચૂંટણીમાં વધુને વધુને મતદાન થાય તે માટે બાળકો દ્વારા ચિત્રો દોરીને મતદારોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. મતદાન એ આપની સહુની જવાબદારી છે.ત્યારે જો દિવ્યાંગ ભવનના બાળકો મંદબુધ્ધિના હોવા છતાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે સંદેશ પાઠવતા હોય તો દરેક મતદારોએ પણ મતદાન કરવા માટે આગળ આવવું જોઈએ.જેથી લોકશાહી દેશમાં એક સ્પષ્ટ જનાદેશવાળી સરકાર રચી શકાય.