Home /News /banaskantha /Banaskantha: આ દવાખાનામાં કેટલા રૂપિયામાં સારવાર મળે તે જાણી વિશ્વાસ નહી કરો

Banaskantha: આ દવાખાનામાં કેટલા રૂપિયામાં સારવાર મળે તે જાણી વિશ્વાસ નહી કરો

આ દવાખાનામાં થાય છે એક રૂપિયામાં સારવાર

બનાસકાંઠાનાં પાલનપુરનાં કમાલપુરા વિસ્તારમાં એક દવાખાનું આવેલું છે. અહી માત્ર એક જ રૂપિયામાં સારવાર અને દવા આપવામાં આવે છે. વર્ષે લાખોની ખોટ ખાવા છતા લોકોની સારવારમાં કોઇ બાંધછોડ કરવામાં આવતી નથી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક એવી હોસ્પિટલ કે જ્યાં માત્ર એક જ રૂપિયામાં તમામ પ્રકારની દર્દીઓની સારવાર મળે છે.બનાસકાંઠાના પાલનપુરમાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણીબેન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ આવેલ છે. પાલનપુર વિસ્તારનાં ગરીબ પરિવાર માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપે સાબિત થઈ રહ્યું છે. કેમ અહીં માત્ર એક જ રૂપિયામાં કરવામાં આવે છે સારવાર.

તમે ક્યારે એવું સાંભળ્યું છે કે, કોઈ હોસ્પિટલમાં માત્ર એક જ રૂપિયામાં સારવાર મળે ? જો ના સાંભળ્યું હોય તો જાણો.બનાસકાંઠાના પાલનપુરનાં કમાલપુરા વિસ્તારમાં આવેલું ચાર આનાનું દવાખાનું એટલે કે માત્ર ૨૫ પૈસાનું દવાખાનું. મણીબેન ચેરીટેબલ ટ્રસ્ટ દવાખાનું સમગ્ર પાલનપુર શહેરમાં ચાર આનાના નામથી પ્રખ્યાત છે.



વર્તમાન સમયમાં ચાર આના ચલણમાં ના હોવાથી એક રૂપિયામાં દર્દીઓને તપાસી એક દિવસની દવા અપાય છે. જો ત્રણ દિવસની દવા લેવી હોય તો પણ માત્ર ત્રણ રૂપિયા જ ચૂકવવા પડે છે.હાલમાં આ હોસ્પિટલમાં સેંકડો ગરીબ દર્દીઓ અહીં ઈલાજ કરાવી સાજા થઈ રહ્યા છે. વર્ષોથી અહીં સારવાર લેનાર લોકો આ દવાખાનાને ઈશ્વરના એક વરદાનરૂપ જ માની રહ્યા છે.

48 વર્ષ પહેલા દવાખાનાનો પ્રારંભ થયો હતો

આજથી 48 વર્ષો પહેલાં મુંબઈના ટ્રસ્ટી દ્વારા મણીબેન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દવાખાને પ્રારંભ કરાયો હતો. માત્ર ચાર આના એટલે કે ૨૫ પૈસામાં જ આ વિસ્તારના ગરીબ લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતુ. 48 વર્ષોમાં લાખો જરૂરિયાતમંદ લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું છે. સમય જતાં 25 પૈસાનું ચલણ બંધ થતાં આજે પણ માત્ર એક રૂપિયામાં જ મેડિકલ ચેક અપ, દવા, ડ્રેસિંગ સહિતની સેવા પૂરી પાડવામાં આવે છે.

આ દવાખાનામાં થાય છે એક રૂપિયામાં સારવાર


કોરોનોમાં સેંકડો દર્દીને સારવાર અપાઇ હતી

કોરોનાની બીજી લહેરમાં સેંકડો દર્દીઓ આ દવાખાનામાં ઈલાજ કરાવી કોરોનાના સામાન્ય લક્ષણમાં જ સારા થયા હતા. ત્યારે હાલમાં ચાલી રહેલ ત્રીજી લહેરમાં પણ દર્દીઓ શરદી, ખાંસી થતાં જ અહીંથી દવા લઈ સજા થઈ રહ્યા છે.



વર્ષે રૂપિયા 3 લાખની ખોટ, છતા સારવારમાં કોઇ બાંધછોડ નહી

દવાખાનામાં સેવા આપતાં તબીબે જણાવ્યુહતું કે, ટ્રસ્ટી દર વર્ષે ત્રણ લાખની ખોટ વેઠીને પણ અહીંની પ્રજાને આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે. આજના યુગમાં જ્યાં ખાનગી તબીબો હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી લાખો રૂપિયાના બિલ બનાવી રહ્યા છે,ત્યારે આજના યુગમાં આ દવાખાનું સાચા અર્થમાં ગરીબો માટે તારણહાર સાબિત થઈ રહ્યું છે.
First published:

Tags: Banaskanatha, Hospitals, Local 18, Poor people

विज्ञापन