60 જેટલી મહિલા અને યુવતીઓ યજ્ઞશાળાની આજુબાજુ સફાઈ કરી મહોત્સવ ને સુંદર બનાવે છે
પાલનપુરમાં મા અર્બુદા મંદિરનાં 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ મહોત્સવમાં ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો આવશે. મહોત્સવમાં સફાઇની જવાબદારી બહેનોએ ઉઠાવી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિદિવસીય 108 સહસ્ત્ર ચંડી યજ્ઞમાં લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી ચૌધરી સમાજના લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. આ મહોત્સવમાં ગંદકી ન થાય તેના માટે ચૌધરી સમાજની 60 થી વધુ મહિલાઓનું એક ગ્રુપ બનાવી મહોત્સવમાં સફાઈ અભિયાન ચલાવી રહ્યાં છે.
108 સહસ્ત્ર ચંડી યજ્ઞનાં દર્શન કરવા લોકો આવી રહ્યાં છે
પાલનપુરમાં આવેલા મા અર્બુદા મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં 108 સહસ્ત્રચંડી યજ્ઞનુ ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લોકો લાખોની સંખ્યામાં પાલનપુરના લાલાવાડા ગામે યોજાયેલા મહોત્સવમાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો 108 સહસ્ત્રચંડી યજ્ઞ શાળાના દર્શન કરવા આવી રહ્યા છે .જેમાં આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા ચૌધરી સમાજના યુવાનો મહિલાઓ વડીલો બાળકોના ગ્રુપો બનાવવામાં આવ્યા છે. આ મહોત્સવમાં આ ગ્રુપો દ્વારા સમગ્ર દેશમાંથી આવતા ચૌધરી સમાજના લોકોને સેવા આપવામાં આવી રહી છે.
અભ્યાસ, ઘર કામ, નોકરીમાં રજા મુકી બહેનો આવ્યાં
ગુજરાતભરમાથી આવેલી મહિલાઓ, યુવતીઓ જે પોતાનો અભ્યાસ, ઘરનું કામ,નોકરી પરથી રજા મૂકી મા અર્બુદા રજત મહોત્સવમાં આવ્યા છે. આ મહિલાઓએ એક 60 મહિલાઓનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જે મહોત્સવમાં ગંદકી થતી હોય તેને સાફ કરે છે. આ મહોત્સવને સુંદર બનાવવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે. યજ્ઞશાળાની આજુબાજુ લોકો જો ગંદકી કરતા હોય તો આ 60 મહિલાઓની ટીમ મા અર્બુદાનું નામ લઈ ગંદકી ન કરવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે. લોકો પણ આ મહિલાઓની પ્રેણા લઈ યજ્ઞશાળામાં આવતા લોકો જાગૃત થયા છે.