Home /News /banaskantha /Banaskantha: આ પ્રાચીન મંદિરમાં આવતાજ ભક્તોની તક્લીફોનું થાય છે નિવારણ; આવી છે માન્યતા 

Banaskantha: આ પ્રાચીન મંદિરમાં આવતાજ ભક્તોની તક્લીફોનું થાય છે નિવારણ; આવી છે માન્યતા 

આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનના લોકો દર્શન કરતા તેમના તમામ મનોકામના પૂર્ણ થાય છે

બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ એરપોર્ટ ગ્રાઉન્ડમાં આવેલા શ્રી એરપોર્ટ ગોગ મહારાજનું પ્રાચીન મંદિર લગભગ સો વર્ષ જૂનું છે. આ મંદિરને પ્રાચીન અને ચમત્કારી મંદિર માનવામાં આવે છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Banas Kantha, India
  Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે એરપોર્ટ ગ્રાઉન્ડમાં વર્ષો જૂનું ચમત્કારિક અને પ્રાચીન ગોગ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના આ મંદિરે દર્શન કરવાથી પૂર્ણ થાય છે. તેમજ મંદિર ખાતે ભુવાજી દ્વારા કમર,મણકા,પગ, પેટ સહિતની આંખોની તકલીફ વાળા લોકોને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે અને અહીંયા આવતા તમામ તકલીફ વાળા લોકોના દુઃખ પણ દૂર થાય છે.

  બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો તેમજ અનેક એવા મંદિરે છે કે પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે.તેમજ લોકોની પણ અનેક આસ્થા જોડાયેલી છે,ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ એરપોર્ટ ગ્રાઉન્ડમાં આવેલા શ્રી એરપોર્ટ ગોગ મહારાજનું પ્રાચીન મંદિર લગભગ સો વર્ષ જૂનું છે. આ મંદિરને પ્રાચીન અને ચમત્કારી મંદિર માનવામાં આવે છે.


  સમય જતા લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું


  વર્ષો પહેલા આ મંદિરની જગ્યા ડીસા રાજપુર મઠમાં આવતી હતી. શરૂઆતમાં આ જગ્યા ગૌચર હતી. તે સમયમાં દૂર દૂરથી ગાયો ચરાવવા રબારી,કચ્છી ભરવાડ,રાજસ્થાની ગોવાળો પોતાના પશુઓને ચરાવવા આવતા હતા.તે સમયે રાજપુર મઠ દ્વારા ચરાવતા ગાયો ના ગોવાળોને અચૂક અંશે કર આપવો પડતો હતો તેવા સમયમાં ત્યાં રાતવાસો કરતા અને ત્યાં રહેતા માણસોને જીવજંતુ અને પ્રાણીઓનો ભય રહેતો હતો.  તે સમયમાં ગોવાળો રાજપુર ગાદીના મઠના મહંત શ્રી ગોપાલપુરી પાસે ગયા અને એમની રક્ષા માટે બાપુએ આ એરપોર્ટમાં ગોગ મહારાજની પાંચ ઈંટોની સ્થાપના કરી આપી ત્યારથી આ મંદિર સ્થાપિત થયું. ધીમે ધીમે સમય જતા લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે હાલ અહીં લોકો દૂર દૂરથી ગોપાલ પૂરી મહારાજ દ્વારા સ્થાપિત કરાયેલા શ્રી એરપોર્ટ ગોગ મહારાજના દર્શન કરવા આવે છે.  11 રૂપિયાનો ગોળ ચડાવાય છે


  ગુજરાત સહિત રાજસ્થાનના અલગ અલગ જગ્યાથી શ્રદ્ધાળુઓ આ ગોગ મહારાજના દર્શન કરવા આવે છે અને પોતાની માનતા મનોકામના પૂર્ણ થતાં 11 રૂપિયાનો ગોળ ગોપાલપુરી મહારાજને પ્રસાદી રૂપે ચડાવે છે. તેમજ ગોગ મહારાજને દોઢ રૂપિયાની સાકરની પ્રસાદ ચડાવામાં આવે છે.આ મંદિરે મહિનાની બંને પાંચોમાં મેળા જેવો માહોલ સર્જાય છે.  કમર, મણકા, પગ અને પેટની તથા આંખોની તકલીફ વાળાને ફ્રીમાં સારવાર કરાય છે.


  ડીસા એરપોર્ટ ખાતે બિરાજમાન શ્રી એરપોર્ટ ગોગ મહારાજના મંદિરની સેવા કરતા ભુવાજી જીવણભાઈ લક્ષ્મણભાઈ રબારી ડીસા વાળા દ્વારા શરીરમાં કોઈ તકલીફ હોય તેવા લોકોને દેશી દવા દ્વારા ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. જેમાં કમર, મણકા, પગની અને પેટની તથા આંખોની તકલીફ વાળા લોકોને આ મંદિરે દેશી દવા દ્વારા ફ્રીમાં સેવા કરાય છે.  આ દેશી દવા દ્વારા કરવામાં આવતી સારવારને લઈ અનેક લોકો પોતાની તકલીફ દૂર કરવા માટે દૂર દૂરથી ડીસા એરપોર્ટ ખાતે બિરાજમાન શ્રી એરપોર્ટ ગોગ મહારાજના મંદિરે આવે છે અને આ મંદિર ખાતે સેવા આપનાર ભુવાજી દ્વારા કરવામાં આવતી ફ્રી સેવાનો લાભ લેતા તેમના તમામ શરીરના દુઃખો પણ અચૂક દૂર થાય છે.


  શ્રી એરપોર્ટ ગોગ મહારાજના મંદિરે અમુક વર્ષે રમેલ પણ યોજાય છે તે દરમિયાન આ ભુવાજી દ્વારા અલગ અલગ શ્રી એરપોર્ટ ગોગ મહારાજ દ્વારા પ્યાલા લેવામાં આવે છે. જેમ કે  દૂધ,ઘી અને પોઇઝનીગ ( ઝેર) તથા સિંદૂર પ્યાલા બનાવી ગોગ મહારાજના પ્રતાપે ગોગ મહારાજના મંદિરે સેવા કરતા ભુવાજી પોતે પીવે છે. ડીસાના એરપોર્ટ ખાતે બિરાજમાન આ વર્ષો જૂનું શ્રી એરપોર્ટ ગોગ મહારાજના મંદિર અતિ પ્રાચીન તેમજ ચમત્કારીક મંદિર માનવામાં આવે છે અને અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓના મંદિરે દર્શન કરવાથી તેમના તમામ મનોકામના પૂર્ણ થાય છે.

  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Banaskantha, Devotees, Hindu Temple, Local 18

  विज्ञापन
  विज्ञापन