Home /News /banaskantha /Mahashivratri 2023: ખેડૂત બોરનું પ્રથમ પાણી બુઢેશ્વર મહાદેવને અર્પણ કરે, જાણો શું છે માન્યતા

Mahashivratri 2023: ખેડૂત બોરનું પ્રથમ પાણી બુઢેશ્વર મહાદેવને અર્પણ કરે, જાણો શું છે માન્યતા

X
આ

આ બુઢેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.

બનાસકાંઠાનાં જસરા ગામમાં બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પાંડવોએ સ્થાપના કરી હતી. તેમજ અહીં લોકો વિવિધ માનતાઓ રાખે છે. આ ઉપરાંત ખેતરમાં કોઇ બોર કરાવે તેનું પહેલુ પાણી અહીં અર્પણ કરવામાં આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. આ મંદિર આગવું મહત્વ ધરાવે છે.દર શિવરાત્રીએ લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. મહાશિવરાત્રી પર મહાપ્રસાદ તરીકે 1 હજાર મણ શિરો અને બટાકાની સૂકી ભાજી બનાવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લે છે.

પાંડવોએ અહીં સ્થાપના કરી હતી

લાખણી તાલુકાના જસરા ગામે પણ વર્ષો પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પહેલા જ્યારે પાંડવો વનવાસ માટે નીકળ્યા ત્યારે જસરા ગામે રોકાયા હતા અને ત્યારે મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. આ મહાદેવના અનેક ચમત્કારને લઈ આ મંદિરમાં દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.


અહીં અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે

લાખણીના જસરા ગામે આવેલ બુઢેશ્વર મહાદેવના મંદિરે દર મહાશિવરાત્રી પર વિશેષ આગવું મહત્વ રહેલું છે. તેમજ આ ગામમાં છેલ્લા 12 વર્ષથી મોટો અશ્વ મેળો યોજાયે છે .


જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અનેક પ્રકારના મોટી સંખ્યામાં અશ્વો આવે છે. આ સાથે લોક મેળો પણ યોજાય છે.


આ અશ્વ મેળાને નિહાળવા લોકો લાખોની સંખ્યામાં આવે છે. આ ગામના આવેલ બુઢેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે.


એક હજાર મણ શિરાનો મહાપ્રસાદ

જસરા ગામ દ્વારા બુઢેશ્વર મહાદેવના મંદિરે આવતા દર્શનાર્થે આવતા લોકો માટે મહાપ્રસાદ રાખવામા આવે છે.જેમાં 1 હજાર મણ શિરા અને બટાકાની સૂકી ભાજી રાખવામાં આવે છે.


લાખોની સંખ્યામાં આવતા લોકો આ મહા પ્રસાદનું અનેરો લાભ લે છે.સાથે આ મંદિરે સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.


અહીં જુદી જુદી માનતા લોકો રાખે છે

તેમજ દૂર દૂરથી લોકો બુઢેશ્વર મહાદેવની માનતા રાખવા આવે ત્યારે એક શ્રી ફળ મૂકે છે. જે બાદ તેમની માનતા પુણ થાય તો પાંચ શ્રી ફળનું તોરણ ચડવામાં આવે છે. તેમજ કોઈ પણ ચામડીનો રોગ હોય તો લોકો 7 સોપારી શિવજીને અર્પણ કરે તો તેમના ચામડીના રોગ પણ દૂર થઈ જાય છે.



બોરનું પહેલું પાણી શિવજીને અર્પણ કરે

આ ગામના ગોર મહારાજ મનોજભાઈ દવે જણાવ્યું હતું કે, આ ગામમાં જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં નવો બોર બનાવે તો તેનું પહેલું પાણી શિવજીના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે.તેમજ પશુ નું પહેલું દૂધ પણ આ મંદિરમાં બિરાજમાન બુઢેશ્વર મહાદેવ ના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે.અત્યારે પણ આ ગામના લોકો આ પરંપરાને નિભાવી રહ્યા છે.
First published:

Tags: Banaskantha, Local 18, Lord shiva, Mahashivratri