Home /News /banaskantha /Deesa: પ્રજ્ઞાચક્ષુ શિક્ષક બાળકોના જીવનમાં પાથરે છે જ્ઞાનની જ્યોત; આવી રીતે કરાવે છે અભ્યાસ

Deesa: પ્રજ્ઞાચક્ષુ શિક્ષક બાળકોના જીવનમાં પાથરે છે જ્ઞાનની જ્યોત; આવી રીતે કરાવે છે અભ્યાસ

X
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સારા શિક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે.

અમાદાવાદનાં વતની અને બનાસકાંઠાનાં ધાનેરા તાલુકાનાં ડુંગડોલ મોટી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા સફનભાઇ મન્સૂરી પ્રજ્ઞાચક્ષુ છે. પરંતુ ટેક્નોલોજી અને બ્રેઇલ લીપીનાં પુસ્તકની મદદથી બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક જે સામાન્ય શિક્ષકની જેમ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. કોમ્પ્યુટર અને બ્રેલ પુસ્તકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યા છે.



અમદાવાદનાં વતની સફન મન્સૂરીએ સંગીત વિસાર્થ ગ્રેજ્યુએટ કર્યું છે. સફન મન્સૂરી એક દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક છે. તેમની શિક્ષક તરીકે સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ નરણા પ્રાથમિક શાળામાં થઈ હતી.જ્યારે શહેર માંથી એક ગામડામાં શિક્ષક તરીખે સફન મન્સૂરીની નિયુક્તિ થઈ ત્યારે તેમને અવર જવરમાં તેમજ બાળકોને ભણાવવામાં મુશ્કેલી સર્જાતી હતી પરંતુ સફનભાઈ મન્સૂરીને શહેરમાંથી ગ્રામીણ વિસ્તારમાં આવવું પડ્યું ત્યારે એક ચેલેન્જ હતી. બાદ ડીસા તાલુકાના ડેડોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હતી.



ટેક્નોલોજીએ સરળ કરી આપ્યું

ટેકનોલોજી આવી પછી થોડું સરળ થયું પરંતુ કાપા કાર્ય કરી ન શકતા હતા. જેથી મોબાઈલ અને કોમ્પ્યુટર આવતા સ્ક્રીન રીડર સોફ્ટવેર દ્વારા સ્ક્રીન પર જે લખ્યું હોય તે વોઇસ કન્વરિજેશન કરે છે.તેનો ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં લખી શકે છે. તેમજ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ કરી કાપા કાર્ય કરી શકે છે. તેમજ સફનભાઈ મન્સૂરી મોબાઇલમાં whatsapp નો ઉપયોગ કરી શકે છે. તેઓ બાળકોને whatsapp દ્વારા સુચના આપી વાલીઓ સાથે સંપર્ક કરી શકે છે.

બ્રેઇલ પુસ્તકની મદદથી અભ્યાસ કરાવે છે

હાલ ધાનેરા તાલુકાના ડુંગડોલ મોટી ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.અભ્યાસમાં સફનભાઈ મન્સુરી બ્રેઇલ પુસ્તકનો ઉપયોગ કરી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આ પુસ્તકમાં સફનભાઈ મનસુરી આંગળીના ટેરવે વાંચી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.

બ્રેઇલ પુસ્તક એ મહત્વનું અંક છે. જેથી અભ્યાસનું કાર્ય સરળતાથી થઈ શકે છે. બ્રેઇલ પુસ્તક સામાન્ય પુસ્તકની જેમ તૈયાર કરવાં આવ્યું છે. તેમજ કોમ્યુટરની મદદથી કોમ્યુટરમાં બેલ્ક બોર્ડમાં લખી બાળકોને સમજાવે છે.જ્યારે બાળકોને સફનભાઈ મન્સૂરી હોમવર્ક આપે છે.



કોરોનામાં ઓનલાઇન અભ્યાસ કરાવ્યો

બાળકો પાસે સ્વલેખીન વાંચન દ્વારા તપાસ કરે છે.સુલખેલું છે. બાળકો પાસે વાંચન કરાવી બોલાવી બાળકોને મૂલ્યાંકન કરે છે. તેમજ કોરોના સમયે જ્યારે અભ્યાસ કાર્ય ઓનલાઈ હતું, ત્યારે પણ સફનભાઈ મન્સૂરી મોબાઈલમાં માઈક્રોસોફ્ટ ટીમન્સનો ઉપયોગ કરી ધોરણ પાંચના બાળકોને આખું અંગ્રેજીનું પુસ્તક ભણાવ્યું છે.



સામાન્ય શિક્ષક ન કરી શકે તે કરી બતાવ્યું છે

ડુંગડોલ મોટી ગામના શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ સોલંકી જણાવ્યું હતું કે, જે સામાન્ય શિક્ષક ન કરી શકે તેવુ આ શાળાના દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક સફનભાઈ મન્સૂરી કરી બતાવ્યું છે.પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ધોરણ પાંચમાં બ્રેલ પુસ્તક વડે ગુજરાતી તેમજ અંગ્રેજી વિષય ભણાવે છે.

તેમજ ટેક્નોલોજીનો ઉપયોગ કરી બાળકોને સારી રીતે ભણાવી એક સારા શિક્ષકની ફરજ અદા કરે છે.તેમજ તે સંગીત શિક્ષક છે.બાળકોને સંગીત તેમજ વાજિંત્રો સાથે બાળકોને શીખડાવે છે. બાયસેક ગાંધીનગર ખાતે ધોરણ 3 માં આવેલ પર્યાવરણ 13મો પાઠ પણ તેમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.તે હાલમાં પર્યાવરણ પુસ્તકમાં અભ્યાસ કર્મ છે.
First published:

Tags: Blind man, Students, Teacher