Home /News /banaskantha /Banaskantha: તમે કરેલી એક ભૂલના કારણે અબોલા પશુઓની આવી છે દૂર્ગતિ, જોઈલો Video

Banaskantha: તમે કરેલી એક ભૂલના કારણે અબોલા પશુઓની આવી છે દૂર્ગતિ, જોઈલો Video

X
જલારામ

જલારામ ગૌશાળામાં સૌથી વધુ પ્લાસ્ટિક ખાધેલી ગાયો આવે છે.

નીકાળ્યું પ્લાસ્ટિક.બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું પશુ હોસ્પિટલ આવેલ છે.જ્યાં તમામ પ્રકારની સર્જરી કરી 24 કલાક પશુઓને સારવાર અપાય છે.આ જલારામ ગૌશાળામાં 10 હજારથી વધુ પશુ આશ્રિત છે.

  • Hyperlocal
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha:બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટું પશુહોસ્પિટલ આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાત ભર માંથી બીમાર ગાયોને લાવવા આવે છે. જેમાં સૌથી વધુ આ હોસ્પિટલમાં શહેરમાંથી પ્લાસ્ટિક ખાધેલી ગાયોને લાવવામાં આવે છે.આ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં કેટલી પ્લાસ્ટિક ખાધેલી ગાયો તેમજ કેટલું પ્લાસ્ટિક નીકાળ્યું જાણીએ.

    સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું પશુ હોસ્પિટલ બનાસકાંઠા જિલ્લાના ભાભરની જલારામ ગૌશાળામાં આવેલ છે.આ ગૌશાળામાં અત્યારે 10 હજારથી વધુ પશુ આશ્રય લઈ રહ્યા છે.આ પશુ હોસ્પિટલ ની સ્થાપના 1998 માં કરાઈ હતી.જેમાં એક બીમાર પશુથી આ હોસ્પિટલ શરૂ થઈ હતી અત્યારે સમગ્ર ગુજરાતમાં ભાભરમાં મોટું પશુ હોસ્પિટલ બન્યું છે.

    આ હોસ્પિટલ ની ચાર શાખાઓ છે. આ જલારામ ગૌશાળા ની 22 ઍબ્યુલન્સ કાર્યરત છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની પશુઓની સર્જરી તેમજ સારવાર કરાય છે.



    સમગ્ર ગુજરાત માંથી બીમાર ગાયોને આ હોસ્પિટલમાં સારવાર માટે લવાયે છે.આ પશુ હોસ્પિટલમાં 360 લોકોનો સ્ટાફ કાર્યરત છે.જેમાં 80 લોકોનો સ્ટાફ તો બીમાર પશુઓની સારવાર માટે રખાયેલો છે.24 કલાક પશુનઓની સારવાર કરવામાં આવે છે.



    પ્લાસ્ટિક ખાદ્યાના કારણે સર્જરી કરવી પડે છે.

    ભાભરની જલારામ ગૌશાળા હોસ્પિટલમાં વધુ ગાયો શહેર માંથી પ્લાસ્ટિક ખાધેલી ગાયોને લાવવામાં આવી છે.જેમાં છેલ્લા 5 વર્ષમાં 139 ગાયો પ્લાસ્ટિક ખાધેલી આવી છે.તે માંથી 88 ગાયો બચી છે.તેમજ 51 ગાયોના મોત થયા છે.



    આ ગૌશાળામાં પ્લાસ્ટિક ખાધેલી દરેક ગાયોના પેટ માંથી સર્જરી કરીને 50 થી 80 કિલ્લો પ્લાસ્ટિક નીકાળ્યું છે.તેમજ 200 થી વધુ ગાયોની સર્જરી કરીને લોખંડ પણ નીકાળવામાં આવ્યું છે.



    પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો પશુ ડોકટરની અપીલ.

    સમગ્ર ગુજરાતમાં પ્લાસ્ટિક નો મોટા પ્રમાણ માં લોકો ઉપયોગ કરે છે.અને સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે.



    પરંતુ અત્યારે પણ દરેક શહેરોમાં પ્લાસ્ટિક નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.જેથી લોકો પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી જાહેર માર્ગો પર ખાદ્ય પદાર્થ ભરી ફેંકી દેતા હોય છે.જેથી શહેરમાં રખડતા પશુઓ પ્લાસ્ટિકને આરોગે છે.



    જેથી પશુઓની હાલત ખૂબ ખરાબ થતી હોય છે.અને જો સમયસર પશુને સારવાર ન મળે તો પશુઓના મોત પણ થતા હોય છે. જેથી જલારામ ગૌશાળાના ડો.કનૈયાલાલ પંચાલે જણાવ્યું હતું.કે લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે તેમજ જાહેર માર્ગો પર ખાદ્ય પદાર્થ ભરીને ન ફેંકે તેવી ગુજરાતના તમામ લોકોને અપીલ કરાઈ હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanatha, Cow, Local 18, Surgery

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन