એક એકરમાં અલગ અલગ ઝાડ વાવી પંચત્રીય મોડલ ફાર્મ બનાવ્યું.
પાલનપુર તાલુકાનાં સુંઢા ગામનાં ભીખાભાઇ ભુટકા પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ભીખાભાઇએ પંચસ્થરિય મોલડ ફાર્મ બનાવ્યું છે. સફરજન સહિનાં જુદાજુદા પ્રકારનાં આઠ ઝાડ વાવ્યાં છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવનવી પદ્ધતિથી અને પોતાના કોઠા સુઝથી ખેતીમાં સારું ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે પાલનપુરના સુંઢા ગામના એક ખેડૂતે પોતાના એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. અત્યારે આ ખેડૂતે પંચ સ્થરીય મોડલ ફાર્મ બનાવ્યું છે. જેમાં અલગ અલગ 8 પ્રકારના ઝાડ વાવ્યા છે.
પાલનપુર તાલુકાના સુંઢા ગામ ખાતે રહેતા ભીખાભાઈ ભુટકા તેમની ઉંમર 62 વર્ષ છે.તેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.આ ભીખાભાઈ સૌ પ્રથમ રાસાયણિક ખેતી કરતા હતા.પરંતુ 2016માં સુભાષ પાલેકરની એક શિબિરમાં ગયા બાદ આ ભીખાભાઈએ 6 દિવસ સુધી અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે,
એક ગાયથી 30 એકરમાં ખેતી થઈ શકે કેવી રીતે થઈ શકે તે વિચારી પોતાની રાસાયણિક ખેતી છોડી એક દેશી ગાય લાવી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. પોતાના ખેતરમાં અલગ અલગ પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
સફરજન, તજ સહિતનાં આઠ પ્રકારનાં ઝાડ વાવ્યાં
ભીખાભાઇએ ખેતરમાં અલગ અલગ 8 પ્રકારના ઝાડ વાવ્યા છે. જેમાં સંત્રરા,આબો,નારંગી, જામફળ, કેળા, પપૈયાનું વાવેતર કર્યું છે. તેમજ આ વિસ્તારમાં ન થતા સફરજન, તજ વાવ્યા છે. તેમજ સરગવા ઝાડ પણ વાવી પંચત્રિય મોડલ ફાર્મ બનાવ્યું છે.
બજાર ભાવ 400 થી 500 રૂપિયા ઘઉ વેચાય છે.
ભીખાભાઈ ભૂટકા પોતાના એક એકરમાં વાવેલા ઝાડમાંથી દર મહિને આવક થશે તેમજ જે વચ્ચે જગ્યા રહેશે તેમાં આંતર પાક અડદ વાવી તેમાંથી પણ સારી આવક મેળવી હતી. તેમજ કેન્દ્ર સરકારે 2023નું મિનિટનું વર્ષ જાહેર કર્યું છે. જેમાં આ ખેડૂત પોતાના ખેતરમાં ચણા, કૂરી, બન્ટી, સોવા,જેવા પાકની વાવણી કરશે.
કારણ કે ખેડૂતો જૂની વાનગીઓ વાવતા હતા.તે ભૂલી ગયા છે. તેની વાવણી કરવાનું કહ્યું છે. તેમજ અત્યારે પોતાના ખેતરમાં ઘઉ વાવ્યા છે એ પણ ઓર્ગનીક. અત્યારે બજાર ભાવ 400 થી 500 રૂપિયા ઘઉ વેચાય છે.
આ ખેડૂત પાસેથી 800 રૂપિયાના ભાવે ઓનલાઈન લોકો ખરીદી કરે છે. જેથી આ ખેડૂતને સારો ફાયદો થાય છે. તેમજ પોતાના ખેતરની જમીનને પ્રાકૃતિક ખેતી આધારિત જમીનને ફળદ્રુપ કરી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી રહ્યા છે.