બનાસકાંઠા: ધાનેરામાંથી ફૂડ વિભાગ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડનાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાવાની માહિતી મળી છે.
વધુ વિગત પ્રાપ્ત અનુસાર, બનાસકાંઠાના ધાનેરામાંથી ફૂડ વિભાગ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 122 ડબ્બા ઝડપી પાડ્યા છે. વધુ તપાસ અર્થે તમામ બ્રાન્ડનાં તેલનાં સેમ્પલને FSLમાં મોકલવામાં આવ્યાં છે. શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાતાં અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.