Home /News /banaskantha /Teachers day Special: બનાસકાંઠાના શિક્ષકે સ્કૂલને બનાવી 'ગમતી શાળા,' બાળકો રજા પાડ્યા વગર હોંસે હોંસે ભણવા આવે છે

Teachers day Special: બનાસકાંઠાના શિક્ષકે સ્કૂલને બનાવી 'ગમતી શાળા,' બાળકો રજા પાડ્યા વગર હોંસે હોંસે ભણવા આવે છે

વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક ડો. ભાવેશ પંડ્યા

Gujarat Teachers Special: આ શિક્ષકે અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની બાળ વાર્તાઓ લખી લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે.

    કિશોર તુવર, બનાસકાંઠા : બનાસકાંઠાના એક એવા શિક્ષક કે, જેમને પોતાના વિદ્યાર્થીઓને વાંચતા કરવા 1999થી જોડાક્ષર વગરની વાર્તા અને ગીતો લખવાનું શરૂ કર્યું હતું. આ શિક્ષકે અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની બાળ વાર્તાઓ લખી લિમ્કા, ગીનીસ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી અજોડ સિદ્ધિઓ મેળવી છે.

    બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની 1થી 5 ધોરણની સણવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજબજાવતા ભાવેશ પંડ્યા નામના શિક્ષકે પોતાના શિક્ષક કાળ દરમિયાન 1999થી અત્યાર સુધીમાં 3286 જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી દીધાં છે. મહત્ત્વની વાત એ છે કે, ભાવેશભાઇની આ પ્રતિભાને જોઈ તેમને લિમ્કા, ગીનીઝ અને એશિયા બુક ઓફ રેકર્ડ સહિત અનેક સિદ્ધિઓ  હાંસલ કરી છે.

    ભાવેશ પંડ્યા પોતે સાબરકાંઠા જિલ્લાના મેઘરજના વતની છે. તેઓ 1999મા ડીસાના સણવ  ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાજર થયા હતા. જોકે તે સમયે શાળામાં હાજર બાળકોને વાંચન કરતા આવડતું ન હતું. જેને લઇ શિક્ષક ભાવેશ પંડ્યાએ જોડાક્ષરો વિનાની વાર્તા અને ગીતો રચી બાળકોને વાંચન કરાવવાનું શરૂ કરી દીધું. જોકે, શિક્ષકના આ અનોખા પ્રયોગના કારણે બાળકો આસાનીથી લખતાં વાંચતા થઈ ગયા છે. જેને લઈને વિધાર્થીઓ એકદમ સરળ રીતે અભ્યાસ કરતા થઈ જતા શિક્ષકની મહેનત સોળે કળાયે ખીલી ઉઠી છે.

    શિક્ષક ડો. ભાવેશ પંડ્યા


    કહેવાય છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા એ ઉક્તિ આ શિક્ષકે સાર્થક કરી બતાવી છે. શિક્ષક ડો. ભાવેશ પંડ્યાને સૌપ્રથમ 800 જોડાક્ષર વગરની વાર્તાઓ અને 200 જોડાક્ષર વગરના ગીત લખવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ મેનેજમેન્ટ દ્વારા 2006માં સર રતનતાતા  નેશનલ ઇનોવિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેને લઈને તેમની શાળામાં દેશ વિદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોના લોકોએ અને સંસ્થાઓ તેમની શાળાની મુલાકાત લીધી જેને લઈને વર્ષ 2006થી અત્યાર સુધી શિક્ષક ડો. ભાવેશ પંડ્યાએ 3286 જોડાક્ષર વગરની વાર્તાઓ લખી અને 500 જોડાક્ષર વગરના ગીતો લખ્યા.

    રાજ્યના અધ્યાપક સહાયકો કાળા કપડાં પહેરી વિરોધ કરશે

    [caption id="attachment_1246530" align="alignnone" width="1472"] શિક્ષક ડો. ભાવેશ પંડ્યા[/caption]

    આ ગીતો અને વાર્તાઓ લખવા માટે લિમ્કાબુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં તેમની વાર્તાઓ અને ગીતોની નોંધ લેવાઈ તે બાદ દુબઈની આગાખાન યુનિવર્સિટી,ઓક્સફર્ડ યુનિવર્સિટી અને વર્લ્ડ યુનિવર્સિટીના સંયુક્ત આયોજન બાદ બ્રિટન ખાતે ભાવેશ પંડ્યાનું  ડોક્ટરેટ તરીકેનું બહુમાન કરવામાં આવ્યું. બાળકો સાથે સીધુ કામ કરવાના કારણે શિક્ષક ભાવેશ પંડ્યાને ધોરણ 1થી 10ના વિવિધ વિષયોમાં પાઠય પુસ્તક લખવા માટે લેખક, કોઓડીનેટર અને કન્વીનર તરીકે કામ કરવાનો મોકો મળ્યો.

    શિક્ષક ડો. ભાવેશ પંડ્યા


    બાલમંદિરથી ધોરણ 10 સુધીના પાઠયપુસ્તક લખવા માટે લેખક તરીકે તેમને બહુમાન મળ્યું છે તો શિક્ષણ ક્ષેત્રે અનેક કામો કરવા બદલ તેમને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે સૃષ્ટિ સન્માન મળ્યું છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ અને પ્રણવ મુખર્જીના હસ્તે બે વાર નેશનલ એવોર્ડ મળ્યા છે. આમ ત્રણ રાષ્ટ્રપતિઓના હાથે તેમને સન્માન મળતાં તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

    ડો. ભાવેશ પંડ્યાએ જણાવ્યુ કે, હું જ્યારે શિક્ષક તરીકે લાગ્યો ત્યારે મારી શાળાના બાળકોને લખતા વાંચતા ન આવડતા મેં અનોખો પ્રયોગ શરૂ કર્યો હતો.  તો બીજી તરફ ગામની શાળામાં બાળકો આવે અને તેમને સરળતાથી લખતા વાંચતા આવડે તે માટે શિક્ષક ભાવેશ પંડ્યા બાળકો માટે જોડાક્ષર વગરની વાર્તાઓ અને ગીતો દ્વારા તેમને અભ્યાસ કરાવી રહ્યા છે જેથી બાળકો આસાનીથી લખતા વાંચતા શીખી ગયા છે. તો શિક્ષક ભાવેશ પંડ્યા સ્કૂલમાં બાળકોને નાચગાન કરીને ગમ્મત કરાવી શિક્ષણ આપતા હોવાથી બાળકો માટે તેમની સ્કૂલ હવે ગમતી શાળા બની ગઈ હોવાથી બાળકો રજા પાડ્યા વગર નિયમિત સ્કૂલમાં આવીને અભ્યાસ કરી રહ્યા છે. જેથી બાળકોના વાલીઓ પણ શિક્ષક ભાવેશ પંડ્યાના શિક્ષણ કાર્યને વખાણી રહ્યાં છે.

    મેહુલ પરમાર -વિધાર્થીના જણાવ્યા પ્રમાણે, અમારા શિક્ષક અમને ગમ્મત સાથે અભ્યાસ કરાવે છે તેવો જોડાક્ષર વગરની વાર્તાઓ અને ગીતો સંભળાવે છે જેથી હવે સ્કૂલ અમારી ગમતી શાળા બની ગઈ છે અમને સ્કુલ માંથી ઘરે જવાનું મન નથી થતું.

    લીલાભાઈ પરમાર -વાલીના જણાવ્યા પ્રમાણે, પહેલા સ્કૂલમાં અમારા બાળકો ભણવા જતા નહિ પણ જ્યારથી ભાવેશભાઈ પંડ્યા આવ્યા અને બાળકો સ્કૂલે નિયમિત જાય છે તેમને સારું શિક્ષણ મળી રહ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Teachers Jobs 2022, ગુજરાત, બનાસકાંઠા

    विज्ञापन
    विज्ञापन