બનાસકાંઠા: હાય રે કળયુગ. બનાસકાંઠામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પુત્રએ પિતા સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પુત્રએ પોતાના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાસકાંઠાના જૂના ડીસામાં પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી (Banaskantha Crime) છે.
પેન્શન, ગ્રેજ્યુટીના 26.92 લાખ ટ્રાન્સફર કરી લીધા
પુત્રએ પિતાના ખાતામાંથી પુત્રએ 26 લાખ 92 હજાર સેરવી લીધા હોવાની ઘટના બની છે. જેના પગલે બનાસકાંઠાના જૂના ડીસામાં પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રે પિતાના એકાઉન્ટમાંથી ઓનલાઈન 26.92 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. પિતાના ATMની માહિતી લઈ મહેનતની કમાણી લઈ લીધી હોવાથી પિતાએ આખરે પુત્ર સામે જ ફરિયાદ નોંધાવી છે. પુત્રે પિતાના પેન્શન, ગ્રેજ્યુટીના 26.92 લાખની છેતરપિંડી કરી છે. આટલું જ નહીં, પિતાને ઘરમાંથી કાઢી દીધા અને પિતા નાના પુત્રને ત્યાં રહેવા મજબુર બન્યા છે. પિતાએ મોટા પુત્ર મહેશ માજીરાણા સામે ફરિયાદ નોંધાવી છે.
જૂના ડીસામાં મોટા પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી ઓનલાઈન 26.92 લાખ ટ્રાન્સફર કરી લેતા પિતાએ પુત્ર સામે નોંધાવી ફરિયાદ છે. રેલવે ટ્રેક મેઇન્ટેનર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત થયેલા પિતાને મળેલા પેન્શન, ગ્રેજ્યુટીના રૂપિયા 26.92 લાખ તેમના ખાતામાં પડ્યા હતા. ATM ગાર્ડ તરીકે ફરજ બજાવતા મોટા પુત્ર સાથે પિતા રહેતા હોવાથી તેમના બેંકના તમામ કામો તેમનો મોટો પુત્ર કરતો હતો. પુત્રએ પિતાનું ATM કાર્ડ લઈ તેમનો ગુપ્ત નંબર લઇ પોતાની UPI આઈડી બનાવી ટુકડે ટુકડે 26.92 લાખ સેરવી લીધા હતા. પિતાને છેતરપિંડીની જાણ થતાં મોટા પુત્રએ તેમને ધમકી આપી ઘરમાંથી કાઢી મુકતા પિતા નાના પુત્રના ઘરે રહેવા મજબૂર બન્યા છે.