Home /News /banaskantha /બનાસકાંઠાના શિહોરીમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી; એકનું મોત, બે ઇજાગ્રસ્ત

બનાસકાંઠાના શિહોરીમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી; એકનું મોત, બે ઇજાગ્રસ્ત

બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના શિહોરીમાં આવેલી હની બાળકોની હોસ્પિટલમાં NICUમાં આગ લાગવાને કારણે એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

    શિહોરીઃ બનાસકાંઠા જિલ્લાના શિહોરીમાં આવેલી હની બાળકોની હોસ્પિટલમાં NICUમાં આગ લાગવાને કારણે એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે બાળકો ગંભીર બન્યા હતા. જો કે, સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ આ બાળકોની સારવારમાં બેદરકારી સામે આવી હતી અને તેને લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા. ત્યારે શિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

    કાંકરેજ તાલુકાના શિહોરીની હની બાળકોની હોસ્પિટલમાં સવારે શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બાળકોની હોસ્પિટલમાં આવેલા એન.આઇ.સી.યુ. વિભાગમાં આગ લાગતા ત્યાં ત્રણ બાળકો સારવાર માટે દાખલ હતા. જેમાંથી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા કાચ તોડી અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં માર્ચમાં માવઠું ઓછું હતુ તો ત્યાં કરા પડવાની પણ આગાહી

    હની બાળકીની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા એક બાળકનું મોત થતા અન્ય બે બાળકો પણ ગંભીર હાલતમાં હતા. તેમને શિહોરીની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સરકારી ડોક્ટરે સારવાર ન કરતા આખરે ગ્રામજનોએ ડીસા ખાનગી હોસ્પિટલમાં બાળકોને ખસેડવાની ફરજ પડી હતી. આ ત્રણેય બાળકોની ઉંમર આસપાસ 10 દિવસ જેટલી હતી. જો કે, તેમના પરિવારજનોએ પણ રેફરલ હોસ્પિટલના ડોક્ટર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા બાળકોને સારવાર ન મળી અને તેને લીધે આ બાળકો ગંભીર બન્યા હતા. આગની ઘટનામાં 4 દિવસના બાળકનું મોત થતા તેમના પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.


    ડોક્ટરની બેદરકારી સામે આવી


    ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અને એક બાળકનું મોત થતા રેફરલ હોસ્પિટલની બેદરકારી સામે તાલુકા આરોગ્ય અધિકારી પણ રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યારે ગ્રામજનોએ પણ રજૂઆત કરતા આ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી અને ડોક્ટરની બેદરકારીને આરોગ્ય અધિકારી દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલના ડો. પ્રતિક રાઠોડને ફરજ પરથી બરતરફ કરાયા છે. શિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક રાઠોડે તેના પર લાગેલા આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેમનું કહેવુ હતુ કે, તેમની પાસે 108થી માંગ કરવામાં આવી હતી અને 108 તેમના તાબામાં આવતી હોવાથી તેમના પર ખોટા આક્ષેપો કર્યા છે.

    તાત્કાલિક આગ કાબૂમાં આવી હતી


    બાળકોની હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને દિયોદર ડીવાયએસપી પણ શિહોરીમાં દોડી આવ્યા હતા. આગ લાગવાની ઘટનામાં બાળકનું મોત થતા પોલીસે અત્યારે તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને એફએસએલ ફાયર સેફ્ટી અને આરોગ્ય અધિકારીના રિપોર્ટ બાદ જે દોષિત હશે તેમની સામે એફઆઇઆર પણ થશે તેવી વાત કરી છે. હની બાળકોની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી તાત્કાલિક આગ કાબુમાં આવી હતી અને ત્રણમાંથી બે બાળકોના બચાવ થયો હતો. પરંતુ રેફરલ હોસ્પિટલ ડોક્ટરની બેદરકારીને લઈને ગ્રામજનો આક્રમક બન્યા હતા અને આખરે ટ્રેડરલ હોસ્પિટલના ડોક્ટરને ફરજમાંથી બરતર ધરાવતા મામલો સાથ પડ્યો હતો.

    મૃતક બાળકોનું નામ


    બાબો લાલાભાઈ રાવળ, ઉમરી - 4 દિવસ

    ઇજાગ્રસ્ત બાળકોના નામ


    બાબો કુલદીપસિંહ, શિહોરી - 5 દિવસ
    બેબી આરતી સોલંકી - 8 દિવસ
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Banaskantha News, Fire incident, Fire News