Home /News /banaskantha /Deesa: શિક્ષિકાનાં એક આઇડિયાથી બાળકો કડકડાટ અંગ્રેજી બોલવા લાગ્યા

Deesa: શિક્ષિકાનાં એક આઇડિયાથી બાળકો કડકડાટ અંગ્રેજી બોલવા લાગ્યા

X
પારુલબેન

પારુલબેન પટેલના અનોખા ઇનોવેટી આઈડિયાથી બાળક એક દિવસ પણ ગેરહાજર રહેતો નથી.

પારૂલબેનના આ આઈડિયાની રાજ્યના શિક્ષણ વિભાગે પણ નોંધ લીધી છે. અને અલગ અલગ ટોય ફેરમાં પણ પારુલ બેનના ઇનોવેટિવ આઈડિયા રજૂ કરાય છે. અને અનેક ટોય ફેરમાં તેમનો પ્રથમ નંબર આવ્યો છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને અઘરી લાગતી અંગ્રેજી ભાષા સરળતાથી શીખવવા ડીસા તાલુકાના વાઘપુરા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા પારૂલબેન ઈશ્વરભાઈ પટેલે અનોખો આઇડિયા અમલમાં મૂકી બાળકોને ઇંગ્લિશ સહિત અન્ય ભાષાના વિષયોને નિપુણ કર્યા છે.

આ શિક્ષિકાની નોંધ શિક્ષણ વિભાગે કેન્દ્ર લેવલે લીધી છે તેમને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.

શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના અંતરિયાળ ગામ વાઘપુરામાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને ગમ્મત સાથે અંગ્રેજી ભાષા શીખવવા એવા પ્રકારના ઇનોવેટિવ આઈડિયા અપનાવ્યો કે, બાળકો હોંશે હોંશે અઘરી લાગતી અંગ્રેજી ભાષા પણ સરળતાથી સમજવા લાગ્યા છે.



વાઘપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા પારૂલબેન ઈશ્વરભાઈ પટેલે જ્યારે શાળામાં ફરજ પર હાજર થયા ત્યારે ગ્રામ્ય વિસ્તાર હોવાથી બાળકોને અંગ્રેજી ભાષા ખૂબ જ અઘરી લાગતી હતી.જેથી આ બાળકોને અંગ્રેજી ભાષા સરળ બનાવવા અનોખો આઇડિયા અપનાવ્યો.



આવી રીતે શીખવે છે અંગ્રેજી ભાષા

વાઘપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પારુલબેન પટેલે એમ.એ.બી.એડ અંગ્રેજી સુધી અભ્યાસ કર્યો છે. આ શિક્ષિકા જ્યારે સૌ પ્રથમવાર વાઘપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે આવ્યા ત્યારે આ વિસ્તારમાં બાળકોને ઇંગ્લિશ વિશે ખૂબ જ અઘરો લાગતો હતો.



આથી બાળકો અંગ્રેજી ભાષા સરળતાથી શીખી શકે તે માટે આ મહિલા શિક્ષિકા તેમણે બાળકોમાં અંગ્રેજી ભાષાનો હાઉ દૂર કરવા ઇનોવેટિવ આઈડિયા સાથે ટી.એલ.એમ પદ્ધતિ શરૂ કરી. તેમણે શરૂઆતમાં અલગ અલગ ચાર્ટ દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું.



જો કે, સાથે સાથે ગુજરાતી તેમનો વિષય ન હોવા છતાં બાળકો ગુજરાતી અને અંગ્રેજી સહિતની સંસ્કૃત અને હિન્દી ભાષાઓમાં નિપૂણ થાય તે માટે ક્લાસરૂમના ચારેય ખૂણે અલગ અલગ ભાષાના શબ્દો લખી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જેમાં પ્રથમ બાળક ગુજરાતી શબ્દ વાંચે ત્યારબાદ એ જ શબ્દનો સંસ્કૃત, હિન્દી અને છેલ્લે અંગ્રેજી અર્થ સમજે તેવી પદ્ધતિથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું તેમજ બાળકોને સાથે રાખી અલગ અલગ વિષયોના ટી એલ એમ બનાવી શિક્ષણ આપવાનું શરૂ કર્યું.બાળકોને મજા પડે તેવા અલગ અલગ ચાર્ટ ટી એલ એમ બનાવી અભ્યાસ કરાવતા બાળકોને ખૂબ જ મોજ પડી ગઈ.



અનેક એવોર્ડથી સન્માનિત કરાયા

પારૂલબેનના જણાવ્યા મુજબ શરૂઆતમાં બાળકોની ખૂબ જ પાંખી હાજરી રહેતી હતી. પરંતુ ટીએલએમ પદ્ધતિથી ભણાવતા બાળકો હાલમાં ખાસ પ્રસંગ હોય તો જ ગેરહાજર રહે છે. એ સિવાય બાળકોની શાળામાં પૂરેપૂરી હાજરી રહે છે.



પારૂલબેનના આ આઈડિયાની રાજ્યના શિક્ષણ વિભાગે પણ નોંધ લીધી છે. અને અલગ અલગ ટોય ફેરમાં પણ પારુલ બેનના ઇનોવેટિવ આઈડિયા રજૂ કરાય છે. અને અનેક ટોય ફેરમાં તેમનો પ્રથમ નંબર આવ્યો છે.



આ સિવાય તાજેતરમાં જ મહારાષ્ટ્રના સોલાપુર ખાતે યોજાયેલી કેન્દ્ર લેવલની ઇનોવેટીવ શિક્ષણ શિબિરમાં પારુલબેને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરતા તેઓને બેસ્ટ ઇનોવેટિવ શિક્ષકનો પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઈનોવેટિવ આઇડિયાથી બાળકો સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે.



પારુલબેનનું આ ઈનોવેટિવ કાર્ય જોઈ અનેક સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું છે. પારુલબેન બનાવેલા ટી એલ એમ દ્વારા બાળકોને અભ્યાસ કરવાની ખૂબ જ મોજ પડે છે. એટલે બાળકોએ જાતે પણ પોતાના ટી એલ એમ બનાવવા લાગ્યા છે.



પારૂલબેનના જણાવ્યા મુજબ બાળકોએ પોતાનું ટી એલ એમ જાતે બનાવે અને તે ક્લાસરૂમમાં લાગે ત્યારે તેને ખૂબ જ ગર્વ અનુભવતો હોય તેવુ મહેસુસ થાય છે. આમ આ પદ્ધતિથી ભણાવવાનો ઇનોવેટિવ આઈડિયા બાળકોને ખૂબજ પસંદ આવે છે. પારુલ બેન પટેલ ના ઇનોવેટિવ આઈડિયાથી બાળકો સરળતાથી તમામ ભાષાના વિષયો સમજી શકે છે જેના કારણે પારુલ બેન પટેલ ગર્વ અનુભવી રહ્યા છે.
First published:

Tags: Banaskanatha, Local 18