Home /News /banaskantha /બનાસકાંઠામાં પુરૂષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - ‘નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યુ’

બનાસકાંઠામાં પુરૂષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું - ‘નર્મદા યોજનામાં હવનમાં હાડકા નાખવાનું કામ કર્યુ’

પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

Banaskantha: બનાસકાંઠાના લાખણીના આગથળા ખાતે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં નર્મદા યોજનામાં હવનના હાડકા નાખવાનુ કામ કોંગ્રેસે કર્યું હતું.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાના લાખણીના આગથળા ખાતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં સંબોધન કરતા જ્યાં પુરષોત્તમ રૂપાલાએ મહિલાઓને સંબોધીત કરીને વધારેમાં વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી.

    પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ


    વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા અનેક સંમેલનો થઈ રહ્યા છે. આજે લાખણી તાલુકાના આગથળા ખાતે ભાજપ પક્ષના મહિલા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં પશુપાલક મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના થરાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર શંકર ચૌધરી અને દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણ સહિત ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

    આ પણ વાંચો: ડોનેટ લાઈફ દ્વારા સુરતથી 42માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું

    મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ


    ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમ રૂપાલા ભાજપની આકાંક્ષા પેટી લઈને મહિલાઓ વચ્ચે ગયા હતા અને મહિલાઓના અભિપ્રાયો અને મંતવ્યોની કાપલીઓ પેટીમાં નખાવી હતી અને તેમના અભિપ્રાયો સરકારમાં પહોંચાડી તેનો અમલ કરાવવાની વાત કરી હતી. આ સાથે મહિલાઓને સંબોધતા પુરુષોતમ રૂપાલાએ ભાજપ સરકારે મહિલાઓ માટે કરેલા વિવિધ કાર્યોની વાત કહી મહિલાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે પણ અપીલ કરી હતી.

    પુરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ ઉપર પ્રહાર


    આ સાથે જ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં નર્મદા યોજનામાં હવનના હાડકા નાખવા વાળી કોંગ્રેસની આ વખતે ડિપોઝીટ જપ્ત થાય તેવું કામ કરજો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે 10 વર્ષ સુધી નર્મદા યોજનાને લટકાવી હતી. નર્મદા યોજનાને અટકાવવા માટે કોંગ્રેસનો મોટો હાથ છે. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અને 17માં દિવસે માંગ્યા વગર નર્મદાની મંજૂરી ગાંધીનગર આવી ગઈ હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Banaskantha, Parshottam Rupala

    विज्ञापन
    विज्ञापन