Home /News /banaskantha /live video: પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચૌધરી ધાબામાં મહિલાઓ સહિત 10ના ટોળાએ કરી તોડફોડ
live video: પાલનપુર-ડીસા હાઈવે ઉપર ચૌધરી ધાબામાં મહિલાઓ સહિત 10ના ટોળાએ કરી તોડફોડ
સીસીટીવી પરથી તસવીર
Banaskantha news: પાલનપુર ડીસા રોડ પર આવેલ ચૌધરી ધાબા પર મોડી સાંજે અંદાજે 10 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બની છે. જેમાં નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ધોકા, લાકડીઓ સાથે ધાબામાં અચાનક ઘુસી જઇ તોડફોડ મચાવી હતી.
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha news) પાલનપુર ડીસા રોડ (Palanpur deesa news) પર આવેલ એક ધાબા પર મોડી સાંજે નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત અંદાજે 10 જેટલા લોકોનું ટોળું ધોકા, લાકડીઓ સાથે ધાબામાં ઘુસી જઇ તોડફોડ (sabotage in Lodge) કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના (cctv footage) આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.
પાલનપુર ડીસા રોડ પર આવેલ ચૌધરી ધાબા પર મોડી સાંજે અંદાજે 10 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બની છે. જેમાં નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ધોકા, લાકડીઓ સાથે ધાબામાં અચાનક ઘુસી જઇ તોડફોડ મચાવી હતી.
પુરુષો સહિત મહીલાઓએ પણ ધાબા પર ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી હતી તેમજ ધાબામાં રહેલા સમાનને પણ વેર વિખેર કરી આ ટોળુ ત્યાંથી નાસી ગયો હતું. અચાનક 10 જેટલા લોકોએ હુમલો કરતાં જ ધાબાના સંચાલકો પણ ભયભીત બની ગયા હતા.
જો કે ટોળાએ કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં દિલધડક લૂંટનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. શહેરના વસ્ત્રાપુરમાં કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસ (vastrapur loot) સામે આવ્યો છે. અહીં ટ્રેડિંગ કંપનીના કર્મચારીના આંખમાં મરચાની ભુકી નાંખીને એક્ટિવા ઉપર આવેલી કર્મચારીએ કરોડો રૂપિયા ભરેલી બેગ લઈને ભાગવા ગયો હતો. જોકે, બહાદુર કર્મચારીએ કરોડો રૂપિયા લઈને ભાગતા લૂંટારુની એક્ટિવા લઈને ભાગે એ પહેલા જ પકડી પાડ્યો હતો.
ફરિયાદી અને પીએસઆઈએ (PSI) કરોડો રૂપિયાનું લૂંટનો બનાવ બનતા અટકી ગયો છે. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા CCTV દ્રશ્યોમાં દિલધડક લૂંટ કેદ થઈ. જેમાં એક્ટિવા પર બુકાની બાંધીને આવેલો લૂંટારો ગ્રો મોર ટ્રેડિંગ કંપનીના કર્મચારીની આંખમાં મરચું નાખીને પૈસા ભેરલી બેગની લૂંટ કરીને ફરાર થઈ રહ્યો છે. પરંતુ બહાદુર કર્મચારીએ તેની એક્ટિવા ઝડપી લીધી.