જિલ્લાના આ માર્કેટયાડમાં દાડમની આટલી આવક શરૂ થઈ ગઈ છે. લાખણી માર્કેટ યાર્ડમાં રોજના 30 થી 40 ટન જેટલા દાડમની આવક થાય છે અને હરાજીમાં ખેડૂતોને એક કિલોના પાંચ રૂપિયાથી લઈ 85 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો હવે બાગાયતી અને આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. અને આ ખેતી થકી ખેડૂતો આવક પણ સારી મેળવી રહ્યા છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટાભાગના ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને હાલમાં દાડમ નો પાક તૈયાર થઈ જતા તેને વેચવા માટે ખેડૂતો લાખણી માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે જેથી માર્કેટયાર્ડ લાલ ચોડ દાડમથી ઉભરાઈ ગયું છે દરરોજ માત્ર લાખણી માર્કેટયાર્ડમાં આટલું ટન દાડમ ની આવક થાય છે ખેડૂતોને આટલો ભાવ મળી રહ્યો છે.જાણીએ.
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો છે અગાઉ આ જિલ્લાના ખેડૂતો પશુપાલનની સાથે સાથે માત્ર સિઝનેબલ પાકોની ખેતી કરતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો બાગાયતી ઓર્ગેનિક અને આધુનિક ખેતી તરફ વળ્યા છે જેના લીધે ખેડૂતોની આવકમાં પણ ખૂબ સારો વધારો થયો છે ત્યારે
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની વાત કરીએ તો આ તાલુકાના ખેડૂતો કેટલાક વર્ષોથી બાગાયતી ખેતી ગણાતા દાડમ ની ખેતી કરે છે અને આ પાકથી ખેડૂતોને અન્ય પાકો કરતા સારી કમાણી થાય છે હાલમાં ખેડૂતોનો દાડમનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે જેથી ખેડૂતો દાડમનો પાક લઈ લાખણીના માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે. બપોરે માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ લાવેલા દાડમ ના વેપારીઓ દ્વારા હરાજી કરવામાં આવે છે જેમાં દાડમની ક્વોલિટી મુજબ ભાવ ખેડૂતોને આપવામાં આવે છે.
હાલમાં લાખણી માર્કેટ યાર્ડમાં રોજના 30 થી 40 ટન જેટલા દાડમની આવક થાય છે અને હરાજીમાં ખેડૂતોને એક કિલોના પાંચ રૂપિયાથી લઈ 85 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. લાખણી માર્કેટ યાર્ડમાં દાડમની ખરીદી કરવા માટે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોના વેપારીઓ પણ આવતા હોય છે અને આમાંથી કેટલાક વેપારીઓ સારી ક્વોલિટીના દાડમની ખરીદી કરી તેને વિદેશમાં પણ વેચાણ કરે છે અને હાલમાં દાડમની માંગ પણ ખૂબ છે અને ખેડૂતોને હરાજીમાં યોગ્ય ભાવ મળતા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે..