બનાસકાંઠા: ગ્રાહકના સ્વાંગમાં ચોરોની કરામતના અનેક કિસ્સાઓ સામે આવતાં હોય છે, ત્યારે પાલનપુરમાં એક એવી જ ઘટના સામે આવી છે. પાલનપુર મોટી બજારમાં ગ્રાહકના સ્વાગમાં આવેલો શખ્સ જ્વેલર્સમાંથી દાગીના ચોરી ગયો હતો. જ્વેલર્સમાં દાગીનાની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનાની જાણ થતાં જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે સીસીટીવીના આઘારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
ગ્રાહક બનીને આવેલા શખ્સે જ ચોરી કરી
અનેક વખત ગ્રાહક બનીને આવતાં ચોરોની કરામતના કિસ્સા સામે આવતાં હોય છે, ત્યારે પોરબંદરમાં મોટી બજાર આવેલા એક જ્વેલર્સની દુકાને આવી જ ચોરીની ઘટના સામે આવી છે. અહીં ગ્રાહકના સ્વાંગમાં આવેલો શખ્સ જ્વેલર્સમાંથી દાગીના ચોરતો સીસીટીવીમાં કેદ થયો છે. શખ્સે ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ઘૂસી અલગ અલગ દાગીના બતાવવાને બહાને 30 ગ્રામ સોનાનું પેકેટ ચોરી લીધું હતું. શખ્સ ચોરી કરી ગયા બાદ જ્વેલર્સ માલિકને રૂ.1.40 લાખના સોનાનું પેકેટ ચોરી થયાની જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી.
જ્વેલર્સના માલિકને સોનાનું પેકેટ ગાયબ થયો હોવાની જાણ થતાં દુકાનમાં લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે, ગ્રાહક બનીને આવેલા શખ્સે જ ચોરી કરી છે. અલગ-અલગ દાગીના બતાવવાના બહારને આ ચોર રૂપિયા 1.40 લાખના સોનાનું પેકેટ ચોરી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવીના આધારે શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.