Home /News /banaskantha /ડીસા APMCમાં મગફળીની આવક શરૂ, ખેડૂતોને મળી રહ્યો છે આટલો ભાવ
ડીસા APMCમાં મગફળીની આવક શરૂ, ખેડૂતોને મળી રહ્યો છે આટલો ભાવ
ડીસા માર્કેટયાડમાં દરોજની 50 હજારથી વધુની મગફળીની બોરીની આવક નોંધાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના માર્કેટ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આવક થઈ રહી છે.ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ હોવાથી માર્કેટ યાર્ડ માગફળી ભરાવો થયો છે.નવા વર્ષના પ્રથમ દિવસ થી જ 500 હજારથી વધુ બોરીની આવક નોંધાય રહી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ખરીફ પાક ગણાતા મગફળીનો પાક ચાલુ વર્ષે મોડુ થતા તેમજ દિવાળીની રજાઓ બાદ માર્કેટ યાર્ડ પણ મોડી શરૂ થઇ છે. દરરોજ મગફળીની પુષ્કળ આવક થતા માર્કેટ યાર્ડ ધમધમતાં થાય છે. .જ્યારે જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ દૈનિક 50 હજારથી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ રહી છે. સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કર્યા તેના કરતા વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતોમાર્કેટ યાર્ડઓમાં પોતાનો માલ વેચી રહ્યા છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું . ખેડૂતોએ જિલ્લાના મુખ્ય ગણાતા ખરીફ પાક મગફળીનું મોટા પાયે વાવેતર કર્યુ હતુ.વાવેતર મોડું થયું હતું. જેના કારણે દિવાળી અગાઉ મગફળીની ખાસ આવક નોંધાઇ ન હતી.દિવાળીમાં માર્કેટ યાર્ડમાં દસ દિવસ જેટલી રજા બાદ માર્કેટ યાર્ડ પણ મોડા શરૂ થયા હતા.ડીસા માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ 50,000થી વધુ બોરીની મગફળીની આવક નોંધાઇ હતી. અને ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. દરરોજ 50 હજારથી વધુ બોરીની આવક નોંધાઈ રહી છે.
માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા મગફળીની પુષ્કળ આવક
સરકાર દ્વારા ખેડૂતોની પોષણક્ષમ ભાવ મળે તે માટે પ્રતિ મણના રૂપિયા 1180 ટેકાના ભાવ જાહેર કર્યા છે અને ખરીદી કરવા માટેની તૈયારીઓ કરી દીધી હતી . પરંતુ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પ્રતિ મણના રૂપિયા 1300 થી વધુ ભાવ મળતા ખેડૂતો પોતાનો માલ માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે,જેના કારણે માર્કેટયાર્ડઓ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે જ્યારે ટેકાના ભાવે ખરીદી કરવાના કોઈ કેન્દ્રો શરૂ કરવાની જરૂર રહી નથી.