Home /News /banaskantha /બનાસકાંઠા: અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું, ખંખેરીને જતી રહી!

બનાસકાંઠા: અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું, ખંખેરીને જતી રહી!

પાલનપુરમાં ફાઇનાન્સની ઓફીસ ધરાવતો યુવક ફસાયો (ફાઇલ તસવીર)

Banaskantha Crime: બનાસકાંઠામાં બન્યો ચેતવણીરુપ કિસ્સો: તું અમારી બહેનને ક્યાં લઇ જાય છે?, અજાણી સુંદર યુવતીને મદદ કરવાનું ભારે પડ્યું

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: પાલનપુરમાં બ્લેકમેઇલ કરી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. પાલનપુરના યુવકને બ્લેકમેઇલ કરી 4 શખ્સોએ 20 હજાર રોકડા, સોનાની ચેન અને 2 ATM લૂંટી લેતાં ફરિયાદ નોંધાઇ છે. પાલનપુરમાં ફાઇનાન્સની ઓફીસ ધરાવતા યુવક વિજય પરમાર જોડે ડીસાની યુવતી લોન કરાવવા કાગળ બતાવવા આવી અને યુવક તેનો બન્યો શિકાર બન્યો છે. યુવતીના ઉપયોગ કરીને યુવકને ફસાવવામાં આવ્યો હતો અને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ અને બ્લેકમેઇલિંગની ઘટના સામે આવતી હોય છે, પરંતુ લોનના નામે યુવતીને આગળ કરી લૂંટારુ ટોળકીએ યુવકને નિશાન બનાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

    મળવા આવેલી યુવતીએ બિછાવી જાળ

    પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને ફસાવવા માટે જાળ પાથરી હતી. વિજય પરમારને મળવા આવેલી યુવતીએ જણાવ્યુ હતું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને ડીસા મુકવા આવવાનું જણાવ્યું હતું. આથી લાગણીમાં આવીને યુવક કારમાં યુવતીને ડીસા મુકવા જવા માટે તૈયાર થયો હતો.


    આ પણ વાંચો: ભાવનગર-ધોલેરા માર્ગ પર અમદાવાદના એક પરિવારનાં પાંચ લોકોના મોત

    તું અમારી બહેનને ક્યાં લઇ જાય છે?

    યુવક કારમાં યુવતીને ડીસા મુકવા જઇ રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં ચાર શખ્સોએ ગાડી રોકી હતી. આ ચાર શખ્સોએ યુવકને કહ્યું હતું કે, તું અમારી બહેનને ક્યાં લઇ જાય છે? તેમ કહી ધાકધમકી આપી મારામારી કહી હતી. આરોપીઓએ યુવકને બ્લેકમેઇલ કરીને 20 હજાર રોકડા, સોનાની ચેઇન અને 2 ATM કાર્ડ લૂંટી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે પીડિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ,અજાણી યુવતીને મદદ કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદને આધારે કોલ ડિટેઇલ અને ફૂટેજના આધારે લૂંટારુ ટોળકીને શોધવા તજવીજ હાથ ધરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Banaskanatha, Crime New, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन