Home /News /banaskantha /બનાસકાંઠા: યુવતીને ફસાવી તેના માતા-ભાઇનું કરાવ્યું ધર્મ પરિવર્તન, પિતાનો આપઘાતનો પ્રયાસ

બનાસકાંઠા: યુવતીને ફસાવી તેના માતા-ભાઇનું કરાવ્યું ધર્મ પરિવર્તન, પિતાનો આપઘાતનો પ્રયાસ

પિતાએ પુત્ર, પુત્રી અને પત્નીને પરત માંગ્યા તો ધર્મ પરિવર્તન કરવાનું કહી રુપિયા 25 લાખની ખંડણી માંગી હતી.

Love Jihad in Gujarat: માલગઢમાં રહેતી દીકરી રસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી.જ્યાં તે રાજપુર ગવાડી ગામના એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. આ યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે પણ જતો હતો.

    બનાસકાંઠા: ડિસાના માલગઢ ગામમાં આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે મહિલા અને બાળકોને ધર્મપરિવર્તન કરાવી દેતા ઘરના મોભી એટલે પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પોલીસ મથકે પાંચ આરોપી સામે ગુનો નોંધાયો છે. વિધર્મી યુવકે રસાણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એઝાઝ નામના યુવકે યુવતીના ભાઇ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઇ ગયો હતો. ઘરના મોભી એટલે પિતાએ પુત્ર, પુત્રી અને પત્નીને પરત માંગ્યા તો ધર્મ પરિવર્તન કરવાનું કહી રુપિયા 25 લાખની ખંડણી માંગી હતી.

    માલગઢમાં રહેતી દીકરી રસાણા કોલેજમાં અભ્યાસ કરતી હતી.જ્યાં તે રાજપુર ગવાડી ગામના એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. આ યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે પણ જતો હતો. થોડા સમયમાં યુવકે પોતાના વશમાં કરી લીધી હતી. જેણી તેણી તેની પાસે જવા જીદ કરતી હતી. આ અંગે યુવતીના પિતાએ ઘરે આવવાની ના પાડી દીધી હતી. એઝાઝ શેખે ધમકી આપતા જણાવ્યુ હતુ કે, તમારી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે. તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો મારી પાસે છે. જેથી તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

    નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી

    ઘરની દીકરીને પોતાના કહ્યામાં કર્યા બાદ આ શખ્સ પરિવારમાં કોઈ ઘરે ના હોય ઘરે આવી પત્ની તેમજ પુત્રને પણ વશમાં કર્યા હતા. યુવાન પુત્ર અને માતાને પણ અલગથી રહેવા લઇ ગયો હતો. આથી યુવતીના પિતા લેવા જતાં તમારે ધર્મ અંગીકાર કરવો પડશે તેમ કહેવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, ગવાડીના મુસ્તુફાભાઈ, આલમભાઇ શેખ, અબ્દુલભાઈ હાજીએ જવાબ આપતા કહ્યું કે, આ ત્રણેય જણા ધર્મ અંગીકાર કરે તેમાં ખોટું શું છે. તે નમાજ પઢે તેમાં વાંધો શું છે. જો તમારે પરિવારના લોકોને લઈ જવા હોય તો તે માટે રૂ. 25 લાખ આપવા પડશે.

    ગિરનારની મુલાકાતે જતા લોકો આનંદો, હવે રોપ વે માટે ઓનલાઇન બુકિંગ થઈ શકશે

    આવા વ્યવહાર બાદ પિતાને આ વાતનું લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Love Jihad, ગુજરાત, બનાસકાંઠા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन