Home /News /banaskantha /બનાસકાંઠા: યુવકને મજાક ભારે પડી, કારચાલકે રિવર્સમાં લેતા યુવક કચડાયો; CCTV

બનાસકાંઠા: યુવકને મજાક ભારે પડી, કારચાલકે રિવર્સમાં લેતા યુવક કચડાયો; CCTV

અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ.

બનાસકાંઠા :ગઢ ગામે યુવકને મજાક ભારે પડી. ઈકો ચાલકે ગાડીને રિવર્સમાં લેતા યુવક કચડાયો. ચાલકે સ્ટેરિંગ પર કંટ્રોલ ગુમાવતા યુવક પિલ્લર અને ઈકો વચ્ચે દબાયો.

બનાસકાંઠા: બનાસકાંઠાના ગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં યુવકને મજાક ભારે પડી છે. યુવકને મજાકમાં મોત મળ્યું હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. ઈકો ચાલકે ગાડીને રિવર્સમાં લેતા યુવક કચડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જ્યારે પોલીસે ઇકોચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પિલ્લર અને ઈકો વચ્ચે યુવક દબાયો હતો

મળતી માહિતી અનુસાર, પાલનપુરના ગઢ ગામે યુવકને મજાકમાં મોત મળ્યું છે. ઈકોચાલકે ગાડીને રિવર્સમાં લેતા યુવક કચડાઇ ગયો હતો. ઈકોચાલકે સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવતા પિલ્લર અને ઈકો વચ્ચે યુવક દબાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જ્યારે સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે ઘટનાને પગલે ગઢ પોલીસ મથકે ઈકોચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો: AMCનો હિટવેવ સામે એક્શન પ્લાન તૈયાર, અલગથી વોર્ડ ઉભા કરવા સૂચના

પાછળ ઉભેલા પાંચ લોકોનો આબાદ બચાવ

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ખૂબ જ ચોંકાવનારા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે ઇકો કારચલાક રિવર્સમાં ગાડી લાવે છે. ચાલક સ્ટેરિંગ પરથી કંટ્રોલ ગુમાવતાં કાર પૂરપાટ ઝડપે ધસી આવે છે અને પાછળ ઊભેલો યુવક પિલ્લર અને કાર વચ્ચે દબાઇ જાય છે. જ્યારે પાછળ ઉભેલા પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. નોંધનીય છે કે, મજાક-મજાકમાં યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના લાલબત્તી સમાન છે કે અંદોર અંદર મજાક કરતાં પહેલા ખૂજ સાવચેતી રાખવી જોઇએ કે જેથી મજાક માતમમાં ન ફેરવાઇ જાય.
First published:

Tags: Accident CCTV, Banaskanatha, Gujarat News