ગેરકાયદેસર બંદૂક રાખવી ગૂનો છે, જ્યારે જેમને બંદૂક રાખવાનું લાયસન્સ આપવામાં આવે છે, તેમને પણ સ્વબચાવ માટે આપવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો વાત વાત પર બંદૂકનો દૂરઉપયોગ કરી ફાયરિંગ કરતા હોય છે અને લોકોનો જીવ જોખમમાં મુકે છે. આવી જ એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાઠાના ધાનેરામાં મામા બાપજી પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમા ખેતરના રસ્તા બાબતે બોલાચાલી બાદ મારામારી અને ફાયરિંગ થયુ હતુ. આ ફાયરિંગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજા પામતા તેને પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંદાજિત ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. હાલ ઘટનાને પગલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ એક આરોપીની કરી ધરપકડ કરી હતી અને આજે રાજેસ્થાનના સિરોહીમાંથી વિનોદ મળી નામના શખ્શની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, આ ગુનામાં સંડોવાયેલા હજી ત્રણ આરોપીઓ પોલીસ ગિરફ્ત માંથી ફરાર છે.
શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડન્સીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીના આરોપીઓની ધપરકડ કરવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટિમ ઉપર આજથી 10 દિવસ અગાઉ આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી વિનોદ માળીની રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આરોપીની પોલીસ દ્વારા સઘન પુછપરછ ચાલી રહી છે.