Home /News /banaskantha /બનાસકાંઠા જિલ્લાના સોતવાડા ગામે જૂની પરંપરા અનુસાર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

બનાસકાંઠા જિલ્લાના સોતવાડા ગામે જૂની પરંપરા અનુસાર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

સોતવાડા ગામમાં કાનુડો મનાવવા માટે શહેરમાં રહેતી યુવતીઓ પણ ગામમાં આવે છે.

સોતવાડા ગામની જન્માષ્ટમી ઉજવવાની અનોખી પરંપરા છે સોતવાડા ગામમાં જન્માષ્ટમીના બીજા દિવસે ગામની મહિલાઓ સમગ્ર દિવસ દરમિયાન ઢોલના તાલે કાનુડાના ગીતો ગાઈને કાનૂડે રમે છે.

    કિશોર તુવર, બનાસકાંઠા: દેશભરમા જન્માષ્ટમી (Janmashtami 2022)ની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સોતવાડા ગામે (Sotwada Village) આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિ જાળવી રાખી છે. ગામના લોકો જૂની પરંપરા મુજબ આઠમની રાતે મહિલાઓ ગામના તળાવમાંથી માટી લાવી રાતના બાર વાગે કાનુડાની મૂર્તિને આભૂષણો સજાવી સ્થાપના કરે છે અને બીજા દિવસે સવારે નુમના દિવસે ગામની તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારના ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ભેગી મળી દેશી ઢોલના તાલે કાનુડાના દેશી ગીતો સાથે કાનુડો રમીને હરખભેર જન્માષ્ટમીની ઉજવણી કરે છે.

    વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામની દીકરી પોતાના સાસરેથી જન્માષ્ટમીના દિવસે પિયર કાનુડો રમવા આવવાની જૂની પરંપરા છે. તે મુજબ મહિલા પોતાના પિયરમાં આવે છે અને બાળપણની સખીઓ સાથે દેશી ઢોલના તાલે કાનુડો રમતી નજરે પડે છે. સખીઓ સાથે બાળપણની યાદો તાજી કરે છે. મટકી ફોડના કાર્યક્રમો પણ ગામમાં યોજાય છે નાના બાળકને કનૈયો બનાવવામાં આવે છે અને આ નાનક બાળક જોડે મટકી ફોડાવવામાં આવે છે.



    સોતવાડા ગામની જન્માષ્ટમી ઉજવવાની અનોખી પરંપરા છે સોતવાડા ગામમાં જન્માષ્ટમીના બીજા દિવસે ગામની મહિલાઓ સમગ્ર દિવસ દરમિયાન ઢોલના તાલે કાનુડાના ગીતો ગાઈને કાનૂડે રમે છે . જ્યારે ગામના તમામ સમાજના ભાઈઓ અને યુવાનો ગામની મહિલાઓ માટે જમવાનું બનાવે છે જમવાનું પીરસે છે અને જમ્યા બાદ થાળીઓ પણ ગામના યુવાનો અને સરપંચ ધોવે હોય છે.

    આ પણ વાંચો- વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાતા જ હંગામો મચી ગયો

    સોતવાડા ગામમાં કાનુડો મનાવવા માટે શહેરમાં રહેતી યુવતીઓ પણ ગામમાં આવે છે અને દેશી ઢોલના તાલે પરંપરાગત પહેરવેશમાં 3 દિવસ કાનુડો રમીને જન્માષ્ટમીની ઉજવણી કરે છે.

    આ પણ વાંચો- ગઢડા BAPS મંદિરમાં થયેલ પુજારીની હત્યા મામલે ખુલાસો

    રાજ્યના શહેરી વિસ્તારમાં જન્માષ્ટમીની ઉજવણી માત્ર એક જ દિવસ થતી હોય છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલતી હોય છે.. સમગ્ર ગામના લોકો ભેગા મળીને જન્માષ્ટમીની ઉજવણી કરે છે જેથી ગામમાં ભાઈચારો પણ જળવાઈ રહે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskantha, Janmashtami 2022, જન્માષ્ટમી, બનાસકાંઠા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन