Home /News /banaskantha /બનાસકાંઠા: ભાજપના પ્રચાર મામલે કોંગ્રેસ કાર્યકરોનો ડોક્ટર પર હુમલાનો આક્ષેપ
બનાસકાંઠા: ભાજપના પ્રચાર મામલે કોંગ્રેસ કાર્યકરોનો ડોક્ટર પર હુમલાનો આક્ષેપ
થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો
Banaskantha News: થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ડોકટરે કોંગ્રેસના કાર્યકરો પર ચૂંટણી પ્રચારના મન દુઃખ રાખી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે.
બનાસકાંઠા: થરાદમાં ખાનગી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ડોકટરે કોંગ્રેસના કાર્યકરો પર ચૂંટણી પ્રચારના મન દુઃખ રાખી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. તમે કેમ ભાજપનો પ્રચાર કરો છો? તેવું કહી મોડીરાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોડીરાત્રે પાંચ શખ્સોએ ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો
થરાદમાં ચૂંટણી પ્રચાર અંગે મનમાં દુખ રાખી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. થરાદના ખાનગી તબીબ પર જીવલેણ હુમલો કરાયો હતો. ડોક્ટરનો આક્ષેપ છે કે, કોંગ્રેસના પાંચ કાર્યકરોએ ચૂંટણી પ્રચારના મનદુઃખ રાખી હુમલો કર્યો હતો. મોડીરાત્રે પાંચ શખ્સોએ ડોક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ હુમલાખોરોએ કેમ તમે ભાજપનો પ્રચાર કરો છો, તેવું કહીને હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. હુમલામાં તબીબની કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યો છે. થરાદના ખાનગી તબીબ ડોક્ટર કરશન પટેલે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે બે શખ્સોના નામ જોગ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડોક્ટરે આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાત્રે બે વાગ્યે હું ઘરે આવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના પાંચ માણસો દ્વારા મારી ગાડીને ટક્કર મારવામાં આવી હતી. આ શખ્સોએ લોખંડની પાઇપ વડે હુમલો કરી, મને મારી નાંખવાની કોશિશ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, જો ભાજપનું પ્રચાર કરીશ તો જાનથી મારી નાંખીશું. આમ, મને ધમકાવવામાં આવ્યો હતો અને મારી ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.