Home /News /banaskantha /બનાસકાંઠા: અમીરગઢમાં પુષ્પા ફિલ્મ જેવો કિસ્સો, ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી

બનાસકાંઠા: અમીરગઢમાં પુષ્પા ફિલ્મ જેવો કિસ્સો, ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી

ખેતરમાંથી થઈ ચંદનનાં વૃક્ષની ચોરી.

બનાસકાંઠા: અમીરગઢમાં પુષ્પા ફિલ્મ જેવો કિસ્સો. ખેતરમાંથી થઈ ચંદનનાં વૃક્ષની ચોરી. ચંદનના વૃક્ષો કટિંગ મશીનથી કાપી ગયા.

બનાસકાંઠા: અમીરગઢમાં પુષ્પા ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાંથી ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચંદનના 3 વૃક્ષો કટિંગ મશીનથી કાપી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખેતરમાંથી થઈ ચંદનનાં વૃક્ષની ચોરી

અમીરગઢમાં ઢોલિયા ગામે ખેતરમાં ઉપરાઉપરી બે દિવસ ચોરીની ઘટના સામે આવી છે. ખેતરમાં ચંદનના 6 ઝાડ પર કટિંગ મશીનથી કાપી 3 ઝાડ તસ્કરો ઉઠાવી ગયા છે. ચંદનના 15 ફૂટનું થડ ધરાવતા 3 ઝાડ ચોરી થતાં ખેડૂતે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: આઇસ્ક્રીમના શોખીનો ચેતજો! કાંજુ અંજીર, અમેરિકન ડ્રાયફ્રુટ, વેનીલાના સેમ્પલ ફેલ

ચંદનનાં 3 વૃક્ષો કટિંગ મશીનથી કાપી ગયા

ઢોલિયા ગામે આવેલા ખેતરમાંથી સતત બે દિવસ ચોરીની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. અહીં પ્રથમ દિવસે ખેડૂતના મોબાઇલ અને બેટરીની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. જે બાદ બીજા દિવસે પણ ચોરીની ઘટના બની હતી. બીજા દિવસે ખેતરમાં ઉભેલા ચંદનના 6 ઝાડ કટિંગ મશીનથી કાપી નાંખવામાં આવ્યા હતા, જેમાંથી 3 ઝાડ તસ્કરો ઉઠાવી ગયા હતા. હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ચંદનના 15 ફૂટનું થડ ધરાવતા 3 ઝાડ તસ્કરો ચોરી ગયા છે. જોકે, અગાઉ પણ આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. ત્યારે હવે ફરી એક વખત ચંદનના ઝાડ ચોરતાં તસ્કરો સક્રિય થતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
First published:

Tags: Banaskanatha, Gujarat News