Home /News /banaskantha /બનાસકાંઠાઃ કાંકરેજની બાળકોની ખાનગી હોસ્પિટલ ભડકે બળી, કુમળા માસૂમનો ભોગ લીધો

બનાસકાંઠાઃ કાંકરેજની બાળકોની ખાનગી હોસ્પિટલ ભડકે બળી, કુમળા માસૂમનો ભોગ લીધો

બનાસકાંઠાની હોસ્પિટલમાં આગ લાગતા એકનું મોત

Kankrej Hospital Fire: બનાસકાંઠાના કાંકરેજમાં આવેલી બાળકોની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં એક બાળકનો જીવ ગયો છે. આ ઘટના બાદ બે બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વઘુ તપાસ કરાઈ રહી છે.

બનાસકાંઠાઃ કાંકરેજમાં આવેલી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં એક કુમળા માસૂમનું મોત થઈ ગયું છે. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે અને આ અંગે વધુ તપાસ કર્યા બાદ આગનું સાચું કારણ જાણવા મળશે. ત્રણ બાળકોની NICUમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આગની ઘટના બની હતી, જોકે, આ આગની ઘટના બની ત્યારે તાત્કાલિક પગલા કેમ ભરવામાં ના આવ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે.

કાંકરેજના શિંહોરીમાં આવેલી બાળકોની ખાનગી હની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા જ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત થઈ ગયું છે. જ્યારે અન્ય બે બાળકોને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હની હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની વ્યવસ્થા હોવા છતાં આગ પર કાબૂ મેળવાય તે પહેલા જ એક બાળક તેમાં હોમાઈ ગયું હતું.

2 બાળકો શિહોરીની રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાં ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ રહ્યા છે. આગની ઘટનાને લઈને લોકો દ્વારા વિવિધ ચર્ચાઓ કરવામાં આવી રહી છે.

હોસ્પિટલ સામે ઉઠી રહ્યા છે સવાલો


હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવા છતાં શા માટે એક બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો હતા તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો તેવી પણ ચર્ચા આ ઘટના બાદ થઈ રહી છે. બાળકને ગુમાવનારા પરિવારમાં ભારે શોક છવાયેલો છે.


એક તરફ પરિવાર સારવાર લઈ રહેલા બાળકને જલદી સ્વસ્થ થાય અને તેને ઘરે લઈ જવાની રજા આપવામાં આવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યાં તેને ગુમાવવાનું જાણીને જાણે આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના પરિવાર સાથે બની છે.
First published:

Tags: Banaskantha, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો