Home /News /banaskantha /ગુજરાતીઓ રાજસ્થાન જવાનો પ્લાન હોય તો જાણી લેજો, રાજસ્થાન સરકારે લગાવ્યો પ્રતિબંધ
ગુજરાતીઓ રાજસ્થાન જવાનો પ્લાન હોય તો જાણી લેજો, રાજસ્થાન સરકારે લગાવ્યો પ્રતિબંધ
માલવાહક વાહનોમાં મુસાફરી કરતા વાહનોને પરત ગુજરાત મોકલવામાં આવ્યા છે.
સરકારના આ નિર્ણય બાદ રાજસ્થાનની સરહદ ચોકી પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. ગુજરાતથી રાજસ્થાન જતાં ટ્રેકટર સહિત ભારે વાહનોને રાજસ્થાન સરહદ પર રોકવામાં આવી રહ્યા છે.
અંબાજી (Ambaji) નજીક રામદેવપરા ટ્રેક્ટર અકસ્માત (Ramdevra Accident) બાદ રાજસ્થાન સરકારે (Rajasthan Government) મહત્વનો નિર્ણય લીધો છે (Rajasthan Govt Important Decision). રાજસ્થાનની તમામ સરહદો પર માલવાહક વાહનોમાં મુસાફરી પર રાજસ્થાન સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યાં જ રાજસ્થાનની સરહદ ચોકી પર પોલીસનો મોટો કાફલો લાદવામાં આવ્યો છે. ગુજરાતથી રાજસ્થાન જતાં ટ્રેકટર સહિત ભારે વાહનોને રાજસ્થાન સરહદ પર રોકવામાં આવ્યા છે. માલવાહક વાહનોમાં મુસાફરી કરતા વાહનોને પરત ગુજરાત મોકલવામાં આવ્યા છે.
રાજસ્થાન સરકાર દ્વારા વારંવાર રાજ્યની સરહદ પર થતા અકસ્માતોની રોકથામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સરકારના આ નિર્ણય બાદ રાજસ્થાન સરહદ પર યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેકટરોમાં ખાણીપાણીનો સામાન અને બિસ્તરા જેવા સામાન પર પણ રોક લગાવવામાં આવી છે. રાજસ્થાન સરકાર દ્વારા મેળા પહેલા નિયમો જાહેર કરવા માંગ ઉઠી છે. રામદેવપરા દર્શન કરી પરત અન્ય વાહનોમાં આવવા માટે યાત્રિકો પાસે નાણાંની અછત જોવા મળી રહી છે.
તમને જણાવી દઇએ કે, શુક્રવારે રાત્રે ગુજરાતમાંથી રામદેવપીરના દર્શન જઈ રહેલું એક ટ્રેક્ટર ટ્રકની અડફેટે આવી ગયું હતુ. ટ્રેક્ટરની ટ્રોલીમાં 30થી વધારે યાત્રિકો સવાર હતા. અકસ્માત એટલે જોરદાર હતો કે, ચાર લોકોનાં સ્થળ પર જ મોત થયા હતા. આ જોતા રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનની તમામ સરહદો પર માલવાહક વાહનોમા મુસાફરી માટે પ્રતિબંધ મુકાયો છે. ત્યાં જ હાલ રામદેવરા ચાલી રહેલા મેળામાં જતા ભારે વાહનો મા મુસાફરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણય બાદ રાજસ્થાનની સરહદ ચોકી પર પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. ગુજરાતથી રાજસ્થાન જતાં ટ્રેકટર સહિત ભારે વાહનોને રાજસ્થાન સરહદ પર રોકવામાં આવી રહ્યા છે. આવા માલવાહક વાહનોમાં મુસાફરી કરતા વાહનોને પરત ગુજરાત મોકલાયા છે. ટ્રેકટરોમાં ખાણીપીણીનો સામાન અને બિસ્તરા જેવા સામાન પણ રોક લગાવવામાં આવી છે.