Home /News /banaskantha /ACB trap: બનાસકાંઠાના ધાનેરામાં બાળ સંજીવની કેન્દ્રની બે મહિલા કર્મચારી રૂ.1000ની લાંચલેતા ઝડપાઈ, કેમ માંગી હતી લાંચ?

ACB trap: બનાસકાંઠાના ધાનેરામાં બાળ સંજીવની કેન્દ્રની બે મહિલા કર્મચારી રૂ.1000ની લાંચલેતા ઝડપાઈ, કેમ માંગી હતી લાંચ?

લાંચ લેતા પકડાયેલી મહિલા કર્મચારીઓ

banaskantha crime news: ન્યુટ્રીશન ઓફિસર (Assistant Nutrition Officer of the Center) અને કુક કમ હેલ્પર કુપોષિત બાળકોને સરકાર દ્વારા મળતી સહાય લાભાર્થીને અપાવવા લાભાર્થી પાસેથી રૂપિયા એક હજારની લાંચ (bribe) લેતા પાટણ એસીબી પોલીસે (patan ACB team) ઝડપી પાડયા હતા.

વધુ જુઓ ...
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha) ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસમાં (health office) બાળ સંજીવની કેન્દ્રના આસિસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફિસર (Assistant Nutrition Officer of the Center) અને કુક કમ હેલ્પર કુપોષિત બાળકોને સરકાર દ્વારા મળતી સહાય લાભાર્થીને અપાવવા લાભાર્થી પાસેથી રૂપિયા એક હજારની લાંચ (bribe) લેતા પાટણ એસીબી પોલીસે (patan ACB team) ઝડપી પાડયા હતા.

  રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળ સંજીવની યોજના હેઠળ કુપોષિત બાળકોના વાલીઓને રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસમાં ધાનેરા તાલુકાની એક મહિલાએ પોતાની બે બાળકીઓ માટે કુપોષિત યોજના અંતર્ગત સહાય મેળવવા અરજી કરી હતી. જે સહાયના નાણાં અપાવવા માટે ધાનેરા હેલ્થ ઓફિસના બાળ સંજીવની કેન્દ્ર વિભાગના આસિસ્ટન્ટ ન્યુટ્રીશન ઓફિસર ટીનાબેન ડાયાભાઈ દેવડા તેમજ બાલ સંજીવની કેન્દ્રના કુક કમ હેલ્પર વસંતીબેન નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા લાભાર્થી પાસે રૂપિયા એક હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.

  જોકે લાભાર્થી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ  લાંચરૂશ્વત વિરોધી દળ નો સંપર્ક કર્યો હતો. જેથી બોર્ડર રેન્જ ભુજના એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જે. પી. સોલંકી દ્વારા છટકુ ગોઠવ્યું હતું. જેમાં આ બંને આરોગ્ય વિભાગના કર્મચારી ધાનેરા બાળ સંજીવની કેન્દ્ર ની સામે રોડ પર રૂપિયા એક હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જવા પામ્યા હતા.એસીબીની ટીમે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચોઃ-Viral video: ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ માણસે પહેરી પ્રેમિકાની લાલ અન્ડરવેર, લોકો જોતાં જ રહી ગયા!

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબી પ્રાંત અધિકારી ડી એન ઝાલાની ઓફિસના (Morbi Province Officer DN Jhala's Office) ક્લાર્ક નિર્મળ ખુંગલા (Clark Nirmal Khungla) 75 હજારની લાંચ લેતા રંગેહાથ અમદાવાદ એસીબી ટીમના (Ahmedabad ACB team) હાથે ચડી ગયા હતા. આ બનાવમાં અરજદાર દ્વારા ફડસર ગામ નજીક રસ્તો ખુલ્લો કરવા અરજી કરી હતી. જેમાં ક્લાર્ક નિર્મળ ખુંગલા દ્વારા અરજદાર પાસે 75000 રૂપિયાની લાંચ માંગી હતી.

  આ પણ વાંચોઃ-ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

  આ બાદ અરજદારે અમદાવાદ એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી આરોપી નિર્મળ ખૂંગલાને લાંચની 75000 રકમ સાથે રંગે હાથ પકડી પાડ્યો હતો જો કે મોરબીમાં આગાઉ પણ સર્કલ અને તલાટી કમ મંત્રી સામન્ય બાબતમાં લાંચ લેતા એસીબીના ઝપટે ચડી ગયા છે.

  આ પણ વાંચોઃ-Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ

  ત્યારે આ એસીબીના સપાટા થી રેવન્યુ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે હાલ અમદાવાદ એસીબી ટીમે આરોપીને અને લાંચની રકમ સાથે મોરબી એસીબી ઓફિસ ખાતે લઈ જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં આરોપી કલાર્ક ના ઘરની અને બેન્ક એકાઉન્ટની ઝડતી પણ એસીબી ટિમ દ્વારા લેવામાં આવનાર હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Banaskantha News, Crime news, Gujarati News News, એસીબી ટ્રેપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन