ડીસામાં રહેતા આશાબેન રાજપુરોહિત છેલ્લા સાત વર્ષથી વૃદ્ધા આશ્રમ ચલાવે છે. આ આશ્રમની શરૂઆત તેના પિતાએ કરી હતી અને પિતાની ઇચ્છા હતી કે તેના બાદ તેની દીકરી વૃદ્ધા આશ્રમ ચલાવે. આશાબેનનાં લગ્ન થઇ ગયા હોય છુટાછેડા આપી નીરાધારની સેવા કરે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં એક એવું ધામ આવેલું છે,જે નિરાધાર મા-બાપ માટેનું આશ્રય સ્થાન બન્યું છે. ડીસામાં એક મહિલા નીરા ધારનો આધાર બની છે. છેલ્લા 10 વર્ષ થી સુદામા આશ્રમ અનેક ઘર વિહોણા અને પુત્ર દ્વારા ત્યજી દીધેલા માટેનું આશ્રય સ્થાન બન્યું છે.આ આશ્રમમાં હાલમાં 25 થી વધુ જરૂરિયાતમંદ વડીલો રહે છે. આ આશ્રમનું તમામ સંચાલન એક માત્ર મહિલા કરી રહી છે. તેમના આ કાર્યને લઈ સૌ લોકો તેમને બિરદાવી રહ્યા છે.
33 વર્ષીય મહિલા બની નીરાધારનો આધાર
બનાસકાંઠાના ડીસામાં રહેતા આશાબેન કાંતિલાલ રાજપુરોહિત એક સુદામા નામનું વૃદ્ધાશ્રમ છેલ્લા 7 વર્ષથી ચલાવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમની શરૂઆત 2007માં ડીસા તાલુકાના માલગઢ ગામ ખાતે આવેલા જોધપુરીયા ઢાણી ખાતે તેમના પિતા સ્વ. કાંતિલાલ રાજપુરોહિત દ્વારા કરવામાં આવી હતી વૃદ્ધાશ્રમની શરૂઆત કરી ત્યારે બાદ આ સુદામા વૃદ્ધાશ્રમને ડીસા શહેરમાં એક ભાડેથી જગ્યા રાખી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરી. ત્યારે આ આશ્રમમાં બે થી ત્રણ વૃદ્ધ આશ્રય લઈ રહ્યા હતા.તેમની અનોખી સેવા અને પ્રેરણા લઈ તેમની દીકરી આશાબેન રાજપુરોહિત પણ તેમના સેવાના કાર્યમાં જોડાયા. આશાબેનના લગ્ન 2005માં થયા હતા.તેઓને એક પુત્ર પણ છે.
પિતાની ઇચ્છા હતી દીકરી વૃદ્ધાશ્રમ ચલાવે
આશાબેનના પિતા કાંતિલાલ વૃદ્ધાશ્રમમાં રહી વૃદ્ધોની અનોખી સેવા કરતા હતા અને તેમની ઈચ્છા હતી કે તેમની દીકરી આશા પણ તેમના પછી આ વૃદ્ધાશ્રમ ચલાવે. આશાબેનના પિતા કાંતિલાલનું અવસાન થયા બાદ તેમની દીકરી આશાબેન આ વૃદ્ધાશ્રમ ચલાવવા લાગ્યા.
આશાબેન પરણિત હોવા છતાં વૃધ્ધા આશ્રમ ચલાવતા હોવાથી તેમના પતિને ગમતું ન હોવાથી આશાબેને તેમના સાથે છુટાછેડા લઈ લીધા અને તે બાદ છેલ્લા 7 વર્ષથી આશાબેન રાજ પુરોહિત તેના 15 વર્ષીય દીકરાને તેના ભાઈ પાસે રાખી ઘર થી દુર રહી આ વૃદ્ધાશ્રમ ચલાવી આશ્રય લઈ રહેલા વૃદ્ધોની સેવા કરી રહ્યા છે.
આ વૃદ્ધાશ્રમમાં કેટલા વૃદ્ધો રહે છે અને કઈ કઈ જગ્યાએથી આવે છે
આશાબેને જ્યારે વૃદ્ધા આશ્રમની શરૂઆત કરી ત્યારે 3 જેટલા વૃદ્ધો હતાં. બાદ આ આશ્રમમાં અત્યારે 25 જેટલા વૃદ્ધો આશ્રય લઈ રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં બોમ્બે, અમદાવાદ, પાલનપુર, ડીસા, જુના ડીસા, પાટણ, સિધ્ધપુર, રાજપુર સહિતના વિસ્તારમાંથી વૃદ્ધો આશ્રય લઈ રહ્યા છે.અને નિયમિત તેમને ભોજન અને જરૂરી. દવાઓ આપવામાં આવે છે. તેમજ આ મહિલાએ અત્યાર સુધી 6 વૃદ્ધનાં દિકરા બની અંતિમસંસ્કાર કર્યાં છે.
કઈ રીતે ચલાવે છે આ મહિલા વૃદ્ધાશ્રમ
આશાબેન રાજ પુરોહિતે જણાવ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમ મહિનાનું 5 હજાર રૂપિયાનું ભાડું ચૂકવી 7 વર્ષ થી વૃદ્ધાશ્રમ ચલાવે છે. ડીસા સહિત સમગ્ર જિલ્લાના અનેક દાતાઓના સહયોગથી વૃદ્ધાશ્રમ ચાલે છે. તેમજ કોઈનો જન્મદિવસ, કોઈની પુણ્યતિથી, તેમજ વાર તહેવાર નિમિત્તે જે લોકો યથાશક્તિ પ્રમાણે દાન આપે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, માતા પિતા પોતાના બાળકોને તમામ ઈચ્છા પૂર્ણ કરી ભણાવી ગણાવી તેમના પગ પર ઉભા કરે છે. બાદ તેમના દિકરા તેમને તરછોડી અને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. તેવા દિકરાને તેમજ અનેક લોકોને પોતાના માતા પિતાની સેવા કરવા જણાવ્યું હતું.