Home /News /banaskantha /વિપુલ ચૌધરીના આરોપો પર અર્બુદા સેનાનો ખુલાસો, ભ્રષ્ટાચારના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

વિપુલ ચૌધરીના આરોપો પર અર્બુદા સેનાનો ખુલાસો, ભ્રષ્ટાચારના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

વિપુલ ચૌધરી મુદ્દે અર્બુદા સેના મેદાનમાં. (ફાઇલ ફોટો)

Arbuda Sena: વિપુલ ચૌધરી વિદેશમાં મિલકત ધરાવતા હોવાની વાતને ફગાવતા અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ વિદેશમાં કોઈ મકાન ખરીદ્યુ ન હોવાનુ જણાવ્યુ હતું.

    અમદાવાદ: 800 કરોડના કથિત કૌભાંડને લઇ વિપુલ ચૌધરી વિરૂદ્ધ તપાસમાં મોટા ખુલાસા થયા છે. વિપુલ ચૌધરીના અબજો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહાર અને તેના પરિવારના નામે 25 બેંક એકાઉન્ટ હોવાનો ખુલાસો થયો છે. એવી પણ માહિતી સામે આવી છે કે, વિપુલ ચૌધરીના નામના 5 બેંક એકાઉન્ટ છે ત્યાં જ પત્નીના નામે 10, પુત્રના નામે 6 બેંક ખાતા છે. જેમાથી 5 બેંક એકાઉન્ટ મારફતે 100 કરોડના વ્યવહાર થઇ ચૂક્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વિપુલ ચૌધરી સામે થયેલી ફરિયાદ બાબતે અર્બુદા સેના દ્વારા મહત્વના ખુલાસા કર્યા છે. જેમા અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ નિવેદન આપતા ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

    વિપુલ ચૌધરી વિદેશમાં મિલકત ધરાવતા હોવાની વાતને ફગાવતા અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ વિદેશમાં કોઈ મકાન ખરીદ્યુ ન હોવાનુ જણાવ્યુ હતું. સાથે જ વિપુલ ચૌધરીના પુત્ર પવન ચૌધરી અમેરિકામાં સીએ છે, જેને 2018માં ભારતીય નાણા મુજબ 9 કરોડ 44 લાખમા મકાન ખરીદી માટે લોન લીધી હોવાનો પણ ખુલાસો કર્યો છે. વિપુલ ચૌધરીના નામે 31 કંપનીના મામલે પોલીસે કોઈ પણ પુરાવા વિના માત્ર મૌખિક આક્ષેપો કર્યાની પણ માહિતી આપી છે. ઉપરાંત ઓડિટના 28માંથી 24 મુદ્દામા વિપુલ ચૌધરી સાચા ઠર્યા હોવાથી પોલીસે માત્ર અન્ય 4 મુદ્દા ફરિયાદમાં લીદ્યાનો પણ આક્ષેપ કર્યો છે. હોર્ડિગ્સના મામલે ખુલાસો કરતા જણાવાયુ કે, વિપુલ ચૌધરીના કાર્યકાળમાં હોર્ડિગ્સ લાગ્યા જ નહોતા. આમ, અર્બુદાસેના દ્વારા ખુલાસાની સાથે સરકાર પર આકરા પ્રહાર પણ કરવામા આવ્યા છે.



    તમને જણાવી દઇએ કે, અગાઉ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ઢીમા ધામમાં અર્બુદા સેનાનું મહા સંમેલન મળ્યું હતું. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં સંમેલનમાં ઉમટ્યા હતા. અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરીના પ્રતીક તરીકે ચૌધરી સમાજની પાઘડીને સ્ટેજ પર ખુરશીમાં મુકાઈ હતી. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને સમર્થનના સમર્થમાં આગળના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી.

    આ પણ વાંચો- કેન્દ્ર સરકારની ગુજરાતને એક વધુ મોટી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

    ઉલ્લેખનિય છે કે, વિપુલ ચૌધરીના સમર્થકો દ્વારા ઉત્તર ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવી રહ્યા છે અને આ મહાસંમેલનો દ્વારા વિપુલ ચૌધરીને છોડવા સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. આવતીકાલે પણ સાબરકાંઠાના અરવલ્લીના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Banaskanatha, Vipul chaudhary, વિપુલ ચૌધરી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन