Home /News /banaskantha /Banaskantha: નિવૃત આર્મી કમાન્ડોનો અનોખો દેશ પ્રેમ; નવ યુવાનોને આપે છે આવી ટ્રેનિંગ
Banaskantha: નિવૃત આર્મી કમાન્ડોનો અનોખો દેશ પ્રેમ; નવ યુવાનોને આપે છે આવી ટ્રેનિંગ
150 થી વધુ યુવાનોને લશ્કરી ભરતીમાં જોડવા માટે બે ટાઈમ તૈયારી કરાવી રહ્યા છે.
બનાસકાંઠાના એક યુવકનો દેશ પ્રત્યે અનોખો સંકલ્પ.બનાસકાંઠા જિલ્લાના એક એક્સ પેરાકમાન્ડોની દેશના બલિદાન માટે અનોખી પહેલ કરી રહ્યો છે.અનેક યુવાનોને લશ્કરી ભરતીમાં જોડાવા તૈયારી કરાવી રહ્યો છે.આ યુવાનને દેશની રક્ષા કરવાનો વધારે મોકોના મળતા અન્ય યુવાનોને તૈયારી કરાવ
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મોટા ગામના એક યુવકની દેશના બલિદાન માટે અનોખી પહેલ કરી રહ્યો છે. આ યુવક અનેક યુવાઓને તૈયાર કરી ભારત દેશની રક્ષા કરવા માટે અનેક લશ્કરી ભરતીમા યુવાનોને જોડવા માટે તનતોડ મહેનત કરાવી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ મોટા ગામ આ ગામમાં 250 જેટલા યુવાનો ભારત દેશની રક્ષા કરવા માટે સરહદ પર અલગ અલગ લશ્કરી ભરતીમાં તેનાત છે.ત્યારે આ ગામનો એક યુવક જેનું નામ સિધ્ધરાજ દેસાઈ છે. જે 2013માં પેરા કમાન્ડોમાં સિલેક્શન થયા હતા. 7 વર્ષ પેરા કમાન્ડો માં ફરજ બજાવી પરંતુ મેડીકલમાં પ્રોબ્લમ હોવાથી સિદ્ધરાજ દેસાઈને પોતાના ગામ મોટા ખાતે પરત આવું પડ્યું.પરંતુ તેનામાં દેશ પ્રતે અલગ ઝનૂન છે.
આ યુવાનને મા ભોમની રક્ષા કરવા માટે ફરજ બજાવી હતી પરંતુ મેડિકલ પ્રોબ્લેમ ના કારણે તેને પોતાના ઘરે પરત આવું પડયું તેનામાં એક જનુન ઉભું થયું કે મને માં ભોમની રક્ષા કરવાનો વધારે મોકો ન મળ્યો પરંતુ મારા જેવા અનેક નવ જવાનોને તૈયાર કરી અને મા ભોમની રક્ષા કરવા માટે સપનું સાકાર કરવા માટે સંકલ્પ કર્યો અને બસ ત્યારથી જ પોતાના ગામના તેમજ અન્ય ગામના યુવાનોને લશ્કરી ભરતીમાં યુવાનોને પ્રેરી તૈયારી કરાવી રહ્યો છે.
આ સિદ્ધરાજ દેસાઈ સવાર સાંજ દરમિયાન 150 થી વધુ યુવાનોને લશ્કરી ભરતીની તૈયારી કરાવી માં ભોમની રક્ષા કરવા માટે યુવાનોને આગળ લાવી રહ્યો છે.આ યુવાનની પ્રેરણાથી મોટા ગામના તેમજ અન્ય ગામના અનેક યુવાનો અલગ અલગ લશ્કરી ભરતીમાં જોડાયા છે.જેથી મોટા ગામની માટીમાં પણ દેશ પ્રતે ની સુગંદ ફેલાઈ રહી છે.અત્યારે પણ અનેક યુવાનો સવાર સાંજ માં ભોમની રક્ષા કરવા માટે તનતોડ મહેનત કરી તૈયાર થઈ રહ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના મોટા ગામના સિધ્ધરાજ દેસાઈએ પોતાના ગામમાં અને ડીસાના એરપોર્ટ ખાતે મા ભોમની રક્ષા કરવા માટે નવ જવાન યુવાનોને તનતોડ મહેનત કરાવી તૈયારી કરાવી રહ્યા છે. અત્યારે પણ તેમની જોડે 150 થી વધુ નવ જવાન યુવાનો સવાર સાંજ અલગ અલગ લશ્કરી ભરતીમાં જોડાવા માટે મહેનત કરી રહ્યા છે અને મહેનત કરતા યુવાનો પણ જણાવી રહ્યા છે. કે અમારે પણ અલગ અલગ લશ્કરી ભરતીમાં જોડાવું છે અને મા ભોમ ની રક્ષા કરવી છે.