Home /News /banaskantha /બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમા 30 રૂપિયાનો કર્યો વધારો, લાખો પશુપાલકોને થશે ફાયદો

બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમા 30 રૂપિયાનો કર્યો વધારો, લાખો પશુપાલકોને થશે ફાયદો

બનાસડેરી ફાઈલ તસવીર

Banas Dairy: બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમા 30 રૂપિયાનો કર્યો વધારો, લાખો પશુપાલકોને થશે ફાયદો, નડાબેટમા બનાસ ડેરી દ્વારા આયોજીત મહિલા જાગૃતિ સંમેલનમા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી.

    બનાસકાંઠા: બાનસ ડેરીના દુધ ઉત્પાદકોને ડેરી દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને તહેવારોના દિવસોમાં મોટી ભેટ આપવામાં આવી છે, બનાસડેરીની ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે કે, પશુપાલકોને હવે દુધના ભાવમાં વધારો મળશે. બલાસડેરીએ જાહેરાત કરી છે કે, હવે એક લીટરમાં દુધમાં 30 રૂપિયાનો વઘારો મળશે. બનાસડેરીના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્નાના સાડા ચાર લાખ પશુપાલકોને મોટો લાભ મળશે જેથી પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.

    બનાસડેરી તરફથી પશુપાલકો અને ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. બનાસડેરીએ પશુપાલકોને દુધના ભાવમાં પ્રતિ કિલોના ફેટ પર રૂપિયા 30નો વધારો આપવાની જાહેરાત કરી છે. બનાસડેરીના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્નાના સાડા ચાર લાખ પશુપાલકોને સીધો લાભ પહોંચશે. આ ભાવ વધારાની જાહેરાતથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.



    અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ડેરીના પ્રયત્નો એવા છે જેથી પશુપાલકોને સારું આર્થિક વળતર મળી રહે. ખેત પેદાશોના અને ઘાસચારાના ભાવ વધ્યા છે ત્યારે આ ભાવવધારાથી પશુપાલકો આનંદિત જોવા મળ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ ભાવવધારાથી થતા ફાયદાના પરિણામે તેઓ પશુઓના નિભાવ માટેના ખર્ચમાં સરળતાથી વધારો કરી શકે છે .

    આ પણ વાંચો- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ની મેટ્રો ટ્રેનનાં સ્ટેશનના તમામ દ્રશ્યો

    બનાસડેરીના ચેરમેર દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય કર્યા છે. નડાબેટમા બનાસ ડેરી દ્વારા આયોજીત મહિલા જાગૃતિ સંમેલનમા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ભાવ વધારાની જાહેરાત કરી. સાથે જ તેમણે જણાવ્યુ કે 1 ઓક્ટોમ્બરથી પશુપાલકોને નવો ભાવ મળી રહેશે. તહેવારોના સમયે બનાસ ડેરીના નિર્ણયથી લાખો પશુપાલકોને ફાયદો થશે. શંકરભાઈના આ નિર્ણયથી બનાસકાંઠાના પશુપાલકોમાં ભારે આનંદ છવાઈ ગયો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Banas dairy, Banaskantha, Cattle Breeders, Shankar Chaudhary

    विज्ञापन
    विज्ञापन