Home /News /banaskantha /Deesa: તબીબનું અનોખું કેમ્પેઈન, મતદાન કરીને આવેલા મતદાતાઓની ફ્રીમાં કરી તપાસ

Deesa: તબીબનું અનોખું કેમ્પેઈન, મતદાન કરીને આવેલા મતદાતાઓની ફ્રીમાં કરી તપાસ

45 જેટલા દર્દીઓની ડો.મનોજ અમીન દ્વારા કેશ ફી વગર ફ્રી તપાસ કરાઇ હતી.

ડીસામાં ENT ડોકટરે અનોખું કેમ્પેઈન યોજી 45 જેટલા દર્દીઓની મફત તપાસ કરી આપી,તેઓએ વિધાનસભાની ચૂંટણી માટે લોકો જાગૃત થાય તેવા હેતુંથી આ કેમ્પેઈન થકી ઓફર આપી હતી. કે જેે વોટર વોટ કરી ને આવશે તેણે તેઓ કેસ ફી લીધા વગર સારવાર કરી આપશે. વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટેડીસાના તબીબે તેમની હોસ્પિટલમાં સારવાર માટે આવશે તેમને ફ્રી માં તપાસ કરાશે તેવી જાહેરાત કરી હતી.45 જેટલા દર્દીઓની ડો.મનોજ અમીન દ્વારા કેશ ફી વગર ફ્રી તપાસ કરાઇ હતી.

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક તબીબે વોટ કરનાર દર્દીઓને ફ્રી નિદાનની જાહેરાત કરી હતી. ત્યારે વોટ કરીને આવનાર 45 જેટલા દર્દીઓની ડો.મનોજ અમીન દ્વારા કેસ ફી વગર ફ્રી તપાસ કરી આપવામાં આવી હતી.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા અનેક જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી નું વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ સરકાર દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથકે તેમજ અનેક ગામડામાં પણ મતદાન જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો થકી લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરાઈ હતી તો બીજી તરફ જિલ્લાના અનેક જાગૃત લોકો દ્વારા પણ લોકો વધુ મતદાન કરે તે માટે અનોખું કેમ્પેઇન શરૂ હતું.

    બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભાની બેઠકની ચૂંટણીમાં લોકોએ ઉષાભેર વધુ મતદાન કર્યું હતું.ત્યારે બનાસકાંઠાના ડીસામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સરકારની સાથે સાથે અનેક જાગૃત લોકો દ્વારા પણ કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત ડીસામાં કાન નાક અને ગળાના સર્જન અને સેવાભાવી ડો. મનોજ અમીને પણ વોટ કરી હોસ્પિટલમાં આવનાર દર્દીઓને ફ્રી તપાસ કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જે અંતર્ગત કાન નાક અને ગળાના સર્જન અને સેવાભાવી ડો. મનોજ અમીનની હોસ્પિટલમાં 45 જેટલા દર્દીઓ વોટ કરીને આવ્યા હતા જે તમામ દર્દીઓની કેસ ફ્રી પરત આપી વિનામૂલ્ય તપાસ કરી આપવામાં આવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Deesa, Doctors, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन